મહેસાણા સીટી બસના ટેન્ડર મામલે પાલીકા પ્રમુખનો લુલો બચાવ – કોંગ્રેસની વળતી પ્રતીક્રીયા : કિલોમીટર દીઠ 26 રૂપીયામાં ST મીનીબસ ભાડે મળી રહે, જેમા કોઈયે ટીકીટ પણ લેવાની હોતી નથી !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા નગરપાલીકાની એક બાદ એક ગેરરીતીઓ સામે આવી રહી છે. સી઼ટી બસની ખરીદીનુ કૌભાંડ માંડ માડ શાંત થયુ હતુ ત્યારે સીટી બસના કોન્ટ્રાક્ટરને ઉંચા ભાવે ટેન્ડર આપી દેવામાં આવ્યુ છે. જેમાં નીયત મર્યાદા કરતા ત્રણ ઘણો વધુ ભાવ ચુકવાયો હોવાનુ ખુલ્યુ હતુ. આ બાબતે નગરપાલીકાના વિપક્ષી કાઉન્સીલરોએ ચીફ ઓફીસરને પત્ર લખી નગરપાલીકાના આર્થીક હીત માટે ફેરવીચારણા કરવા જણાવ્યુ છે, જેથી આ ટેન્ડર દ્વારા જનતાના ટેક્ષના પૈસાનો દુર્વ્યય થતો અટાકાવી શકાય. કોંગ્રેસના કાઉન્સીલર કમલેશ સુતરીયાએ ભાજપ ઉપર મનસ્વી રીતે વહીવટ ચલાવવાનો આરોપ લગાવી જણાવ્યુ હતુ કે, હાલ જે ભાવ નક્કી કરાયો છે એનાથી ઓછા ભાવે બજારમાથી એસી સ્લીપર કોચ લક્ઝરી મળી આવે છે.

નગરપાલીકાના વિપક્ષના નેતા કમલેશ સુતરીયાએ સીટી બસના કૌભાંડ પર પ્રકાશ પાડતા જણાવ્યુ છે કે, ગુરૂકૃપા ટ્રાવેલ એજન્સીને સરકારી અનુદાન કરતા ત્રણ ઘણો વધુ ભાવ ચુકવવામાં આવી ટેન્ડરની પ્રક્રીયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાયદેસર રીતે ગુરૂકૃપા ટ્રાવેલ એજન્સીને સરકારના અનુદાનમાંથી કિલોમીટર દીઠ 12.50 રૂપીયા મળવાના છે. જેમાં નીયમ મુજબ નગરપાલીકાએ પણ એટલી જ રકમ ઉમેરવાની થાય છે, મતલબ કે 12.50 રૂપીયા. જેથી કિલોમીટર દીઠ કુલ રકમ 25 રૂપીયાની આસપાસ થવી જોઈતી હતી. પરંતુ પ્રાઈવેટ એજન્સીને કિલોમીટર 33.51 રૂપીયાની જોગવાઈ કરવામાં આવી છે.  જે સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપના મળતીયાઓને આર્થીક ફાયદા માટે જનતાના ટેક્ષના પૈસાથી બંદરબાટ કરાઈ રહી છે.

આ પણ વાંચો – મહેસાણા શહેરમાં કચરો ઉપાડવાના ટેન્ડરમાં અધધધ….77 લાખનો ગફલો – હાઈકોર્ટે નગરપાલીકાને ફટકાર લગાવતા કહ્યુ, જનહીતની અવગણના કરાઈ !

એક પ્રતિષ્ઠીત અખબાર અનુસાર, આ કથીત કૌભાંડના બચાવમાં ઉતરેલા પ્રમુખે જણાવ્યુ હતુ કે, મહિલાઓ તથા દિવ્યાંગોને ટીકીટમાંથી છુટ આપવામાં આવી હોવાથી ભાવ 33.51 રૂપીયા રાખવામાં આવ્યો છે. ઉપરાંત તેમને એમ પણ ઉમેર્યુ હતુ કે, જ્યારે આ મામલે ઠરાવ પસાર થયો ત્યારે કોંગ્રેસના કાઉન્સીલરોએ પણ સર્વસંમત્તી આપી હતી.

કમલેશ સુતરીયાએ ભાજપ ઉપર હુમલો કરતા જણાવ્યુ હતુ કે, નગરપાલીકાએ બસની ખરીદી કરી આવકનુ સાધન ઉભુ કરવાની જગ્યાએ ટેન્ડર આપી પાલીકાની જાવક વધારી છે. ભાજપ પાસે બહુમતી હોવાથી પોતાના મળતીયાઓને કોંન્ટ્રાક્ટ આપી તેઓ મનસ્વી રીતે વહીવટ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમુખની ફ્રી વાળી દલિલની પ્રતીક્રીયામાં કમલેશ સુતરીયાએ જણાવ્યુ હતુ કે,  GSRTC માંથી જ્યારે બસ ભાડે લેવામાં આવે છે ત્યારે તેનો ભાવ પણ કિલોમીટર દીઠ 26 રૂપીયા હોય છે. જેમાં કોઈ પણ મુસાફરે ટીકીટ લેવાની રહેતી નથી. તેમ છતાં એસટીને ફાયદો થતો હોય છે. આ સીવાય તેમને એમ પણ ઉમેર્યુ હતુ કે, એસી સ્લીપર કોચનો ભાવ પણ 33.51 રૂપીયા નથી હોતો. અહીયાં ગુરૂકૃપા ટ્રાવેલ એજન્સીને કિલોમીટર દીઠ 33.51 રૂપીયા સીવાય અન્ય મુસાફરો પાસેથી ટીકીટના પૈસા પણ મળવાના છે. જેથી સ્પષ્ટ થાય છે કે, ભાજપના મળતીયાઓને કરોડોનો ફાયદો કરાવવા મનફાવે તેમ કોંન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.