ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના સરડોઈ ગામે કલા વિદ રાષ્ટ્રીય કલાકાર મોતીભાઈ નાયક દ્વારા મરવાના વાંકે જીવતી લોક કલા જીવંત રાખવા ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી મોડાસા તાલુકાના સરડોઈ ગામના વતની રાષ્ટ્રીય લોક કલા રત્ન એવોર્ડ વિજેતા તેમજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ન્યૂ દિલ્હી દ્વારા લોક કલા લીડરશીપ એવોર્ડ સન્માનિત જાણીતા રાષ્ટ્રીય લોક કલાકાર મોતીભાઈ ભગવાનભાઈ નાયક કી ભારતીય લોક કલા મહાસંગ અલ્હાબાદ ઉત્તર પ્રદેશ અધ્યક્ષ અતુલકુમાર યદુવંશી ના સાનિધ્યમાં તારીખ 12 જૂનથી તારીખ 15 જૂન સુધી ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય યુવક સેવા રમત-ગમત અને સાંસ્કૃતિક મંત્રાલયના કેબિનેટ મંત્રી પ્રહલાદ સિંહ પટેલ ની શાસ્ત્રી ભવન ન્યુ દિલ્હી ખાતે તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારત સરકારના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ના અંગત સચિવ રાજીવ કુમાર સુકલા ની સંગરીલા ઇરોજ હોટેલ ન્યુ દિલ્હી માં દેશના ૧૧ રાજ્યોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત લીધી હતી આ બંને મહાનુભાવો ને પુષ્પગુચ્છ મોમેન્ટો દ્વારા સન્માનિત કરી સમગ્ર દેશની લુપ્ત થતી લોકકલાઓ મરવાના વાંકે જીવી રહેલ લોક કલાકારોની રોજી રોટી કપડાં અને આજીવિકા સંબંધી પ્રશ્નો રજુ કરી આ અંતર્ગત મળતી સાહેબનો બાબતે અસરકારક રજૂઆત કરતા તમામ સમસ્યાઓનું સહાનુભૂતિપૂર્વક નિરાકરણ લાવવા જે તે વિભાગના અધિકારીઓની સૂચન કર્યા હતા