પાટણમાં ઉભરાતી ગટરની કૂંડીનાં ગંદા પાણીનો નિકાલ કરવા પાલિકામાં રજૂઆત

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરનાં નિલમ સિનેમાથી બુકડી જવાનાં જાહેર માર્ગમાં પનાગરવાડાની મસ્જિદ પાસે આવેલી ભુગર્ભ ગટરની કુંડી કેટલાક સમયથી ઉભરાતી હોવાનાં મામલે આક્રોશિત બનેલાઆ વિસ્તારનાં રહીશ મુસ્લિમ બિરાદરોએ પાટણ નગરપાલિકા ખાતે આ વોર્ડ નં. 8 માં સુધરાઇ સભ્ય ભરત ભાટીયાનાં નેતૃત્વ હેઠળ ચીફ ઓફિસર અને પ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી. આથી પ્રમુખે ભુગર્ભ ગટરનાં એન્જિનીયરને બોલાવીને તેઓને આ અંગે ઘટતું કરવા તથા પાઇપ લાઇન તૂટેલી હોય તો યોગ્ય સમારકામ કરવા સૂચના આપી હતી. આ અંગેની વિગતો એવી છે કે, પાટણ નગરપાલિકા ખાતે ભૂરા સૈયદ, અનવર શેખ, ઉસ્માન શેખ સહિત અન્ય મુસ્લિમ અગ્રણીઓએ રજૂઆત કરી હતી કે, પાટણ નગરપાલિકાના વોર્ડ નં. 8ના પનાગરવાડાની મસ્જિદ પાસે આવેલી ભુગર્ભ ગટરની કુંડીમાંથી વારંવાર ગંદુ પાણી ઉભરાય છે તેમજ જાહેર માર્ગમાં ફેલાય છે.

અને આ પાણીનો કોઇ નિકાલ થતો નથી. આ ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે તથા આવતા જતા રાહદારીઓને મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ફેલાવવાનો ભય રહે છે. આ વટેમાર્ગ માર્ગનો ઉપયોગ શાળા અને ટ્યુશનના વિદ્યાર્થીઓ આવવા જવા માટે કરે છે અને આ મસ્જિદની સામે એક ટ્યુશન કલાસીસ આવેલું છે. જેથી ત્યાં ટ્યુશને આવતાં વિદ્યાર્થીઓને દુર્ગંધને કારણે તકલીફમાં ન મુકાય તેનો ભય રહે છે. તેથી આ વિસ્તારના વેપારી મિત્રો તથા રહીશો દ્વારા વારંવાર ફરીયાદો તથા આવેદનપત્ર આપતાં તેમની વાત પર કોઇ લક્ષ્ય આપવામાં આવતું નહતું. પાટણ નગરપાલિકાના વોર્ડ નં. 8ના પનાગર વાડાની મસ્જિદ પાસે આવેલી ભુગર્ભ ગટરની કુંડીમાંથી વારંવાર ઉભરાતાં ગંદા પાણીનો કાયમી ધોરણે નિકાલ થાય તેવી આ વિસ્તારના રહીશોએ માંગણી વ્યક્ત કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.