રાજીવ ગાંધી આવાસ યોજનાના નવા મકાનોના છતમાંથી પાણી પડતુ હોવાથી ધારાસભ્યને રજૂઆત 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર શહેર ખાતે આવેલ માલણ દરવાજા બહાર રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવામાં આવ્યા હતા. જે મકાનોમાં સુવિધાનો અભાવ હોવાના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી  ગતરોજ પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલ અને સ્થાનિક નગરસેવકો રાજીવ ગાંધી આવાસ યોજનાની મુલાકાતે ગયા હતા.
જ્યાં રહેતા લાભાર્થીઓએ પોતાને પડતી મુશ્કેલીઓ ધારાસભ્યને જણાવી હતી અને વરસાદના સમયમાં નવીન બનાવેલ મકાનોમાં પાણી પડતા હોવાની અનેક લાભાર્થીઓ દ્વારા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, રહેવાસીઓ એ આક્ષેપ કર્યા હતા કે રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાનમાં પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત કામ ન કર્યું હોવાથી નવા મકાનમાં પણ ચોમાસાનુ પાણી છત ઉપરથી પડે છે, જેથી આ નવા મકાનોમાં પાણી પડતુ હોવાથી અમારા આ મકાન લાંબા સમય સુધી ટકશે નહી તેવો ડર પણ અહીના લાભાર્થીઓને સતાવી રહ્યો છે. 
તસ્વીર – જયંતી મેતીયા

આ પણ વાંચો – પાટીલ મહેસાણાથી ગયા શુ, મહેસાણા પોલીસે ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતીબંધ ફરમાવ્યો

આ રજુઆત સાંભળતા પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ દ્વારા સમસ્યાઓનું નિરાકરણ કરવા બનાસકાંઠા કલેક્ટર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી આપી હતી. ત્યારે આ બાબતે પાલનપુર નગર પાલિકાના પ્રમુખ અશોકભાઇ ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ હતું કે આ આવાસમાં રહેનારા લોકોને  જે પણ તકલીફ છે તે દૂર કરવાની ખાતરી આપી હતી અને તેમને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવા માટે વિશ્વાસ આપ્યો હતો.
રીપોર્ટ – જંયતી મેતીયા, એડીટ – નીરવ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.