થરાદ તાલુકાના ભાપડી થી કરબુણ સુધીનો કાચો રસ્તો પાકો બનાવવા સ્થાનિક લોકો સહિત સરપંચ દ્વારા રજૂઆત

શેર કરવા અહીં ક્લિક કરો.

— સ્થાનિક લોકોએ સરકાર સામે આકરા પાણીએ જો રસ્તો નહીં આપો તો ચૂંટણીમા તમને યાદ અપાવી દઇશું આપી ચિમકી :

ગરવી તાકાત થરાદ : થરાદ તાલુકાના ભાપડી થી કરબુણ સુધી જે કાચો અને ધૂળીયો રસ્તો છે એને પાકો બનાવવા માટે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં રસ્તો ના બનતા ત્યાના સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો ભાપડી ગોળીયા મુકામે એક થી પાંચ ધોરણ સુધીની શાળા આવેલી છે શાળાએ જવા માટે હાલમાં કાચો અને ધૂળવાળો રસ્તો છે જેથી કોઈપણ પ્રકારના વાહનો જઈ શકતા નથી તેમ જ રસ્તો કાચો અને ભારે હોય
જેથી જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે ગોળીયા શાળામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને તેમજ આજુબાજુના ખેડૂતોને વાહન વ્યવહાર લઈ જવામાં  મુશ્કેલી પડી રહી છે કાચો માર્ગ ભાપડીથી ભાપડી ગોળીયા પાંચ કિમી દૂર આવેલ છે જેથી કાચા રસ્તે થી કોઈપણ સાધન જઈ શકતું નથી તથા ચોમાસાની સિઝનમાં રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડેલા હોય છે અને ખાડાઓના કારણે વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને શાળા સુધી પહોંચવું પણ મહા મુશ્કેલ બની જતું હોય છે
આ બાબતે તેઓના સ્થાનિક ખેડૂતોએ થરાદના ધારાસભ્ય સંસદ સભ્ય સહિતના રાજકીય અગ્રણીઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રસ્તા નું કામ થયેલું નથી ત્યારે તેઓના સ્થાનિક ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જે પાર્ટી દ્વારા અમને આ રોડ બનાવી આપવામાં આવશે એમને અમે વોટ આપીશું ઉલ્લેખની આ  કાચા રસ્તાથી પર અનેક વખત રાજકીય આગેવાનો પણ નીકળેલા છે તેવું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલે પણ સરકાર માં ભાપડી થી કરબુણ ના પાકા ડામર રોડ માટે ભલામણ કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મીડિયાના અહેવાલ બાદ તંત્ર અને રાજકીય આગેવાનો આ કાચા રસ્તા ને પાકો રસ્તો બનાવવાની કામગીરી કરશે કે નહીં એતો આવનારો સમય જ બતાવશે…
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.