રાજુલા પોસ્ટ ઓફિસ : સમય પહેલા કામગીરી બંદ કરી ગ્રાહકોને પાછા મોકલી દેતા રજુઆત

શેર કરવા અહીં ક્લિક કરો.
રાજુલા પોસ્ટ ઓફિસમાં કર્મચારી દ્વારા પોસ્ટઓફિસ નો સમય પૂરો થયા પહેલા જ કામગીરી બંધ કરી દેવામાં આવતા જમા ઉધાર  રકમ માટે  કે કવર ટપાલ સ્વીકારવાની ના પાડી દેવામાં આવે છે. એ બાબતે આજરોજ એન.એસ.યુ.આઈ ના પ્રમુખ તેમજ નિર્વભાઈ ભટ પોસ્ટઓફિસમાં જઈ લેખિત ફરિયાદ કરી હતી. 

આ પણ વાંચો –  કુષી બીલના વિરોધમાં દિલ્લી જઈ રહેલા ખેડુતો પર લાઠીઓ, ટીયર ગેસ, પાણીનો મારો

રાજુલા પોસ્ટ ઓફિસમાં સમય પુરો થયા પહેલા કર્મચારીઓ કામ પુરૂ કરી ગ્રાહકોને પાછા મોકલી દેવાની ફરિયાદો મળતી હતી. જે બાબતનો રાજુલા યુથ કોન્ગ્રેસના પ્રેસીડેન્ટ નીરવ ભટ્ટને પણ અનુભાવ થયેલો. જેથી રાજુલા યુથ કોન્ગ્રેસના અધ્યક્ષ નીરવ ભટ્ટ તથા એન.એસ.યુ.આઈના સભ્યોએ સાથે મળી રાજુલા પોસ્ટ ઓફીસમાં લેખીતમાં ફરીયાદ કરી હતી. જેમાં તેમને જણાવ્યુ હતુ કે શનીવાર જેવા દિવસોમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સમય પહેલા ઓફિસનુ કામ પુરૂ કરી ગ્રાહકોને સમય પુરો થઈ ગયો હોવાનુ જણાવી પરત મોકલી દેતા હોય છે.આમ પોસ્ટ ઓફિસના કર્મચારીની કામ ટાળવાની પ્રવૃતીના કારણે ગ્રાહકોને હેરાનગતીનો સામનો કરવો પડતો હોય છે. જેથી યુથ કોન્ગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે ઓફિસમાં સમયપત્રક વાળુ બોર્ડ મુકવામાં આવે જેથી ગ્રાહકો માટે અસુવિધા ના સર્જાય. 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.