વિવેક પેથોલોજી તેમજ રોટરી બ્લડ બેન્ક સાથે સંકળાયેલા બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે કોરાનાના દર્દીમાં મ્યુકરમાયકોસિસ નામની જટિલ બિમારી જોવા મળી રહી છે.અમદાવાદ સિવિલમાં મ્યુકરમાયકોસિસના 44 કેસો નોંધાયા છે જેમાં નવ દર્દીઓના મોત નિપજ્યાં છે. રાજ્ય આરોગ્ય વિભાગે પણ મ્યુકરમાયકોસિસ રોગને લઇને એક માર્ગદર્શિકા જાહેર કરી છે
કોરોના કરતાંય મ્યુકરમાઇકોસિસ ગંભીર બિમારી છે જેનો મૃત્યુદર અંદાજીત 50 ટકા છે. ગુજરાતમાં મ્યુકરમાયકોસિસ નામના રોગે દેખા દીધી છે. રાજસ્થાન સરકારે પણ આ મુદ્દે જાણકારી આપેલ છે અમદાવાદમાં પણ મ્યુકરમાઇકોસિસના કેસો જોવા મળ્યાં હતાં.
ઈન્ડીયન એક્સપ્રેસના એક એહવાલમાં ગતરોજ ગુજરાત પબ્લીક હેલ્થ ડીપાર્ટમેન્ટના એડીશનલ ડાઈરેક્ટરની એડવાઈઝરીને ટાંકીને કહેવાયુ હતુ કે, મ્યુકર માઈકોસીસ નામના નવા રોગથી સાવચેતી રાખવા જેવી છે. કેમ કેમ અમદાવાદ તથા રાજકોટમાં આ રોગના કેસ સામે આવ્યા છે. જેનો મૃત્યુદર 50 ટકા કરતા પણ વધારે છે.
એક પ્રકારની ફુગને કારણે મ્યુકરમાયકોસિસ નામનો રોગ થાય છે.ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા વ્યક્તિને તેનો ચેપ લાગવાની શક્યતા વધુ છે. ડાયાબિટીસ, કેન્સરના દર્દી ઉપરાંત કિડની -સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ હોય તેવી વ્યક્તિ આ રોગનો જલદી શિકાર બની શકે છે. સામાન્ય રીતે મ્યુકરમાયકોસિસના છુટાછવાયા કેસો જોવા મળે છે પણ પહેલીવાર અમદાવાદ અને રાજકોટમાં, પાટણમાં કોરોનાના દર્દીઓને મ્યુકરમાયકોસિસ થયા હોવાનુ જાણવા મળ્યુ છે. નાક,સાયનસ ઉપરાંત ફેફસા, આંતરડામાં મ્યુકરમાઇકોસિસનુ ઇન્ફેકશન થાય છે જેના કારણે વ્યકિતની સ્થિતિ ગંભીર બની જાય છે. કોરોનાનો મૃત્યુદર ચાર-પાંચ ટકા છે જયારે મ્યુકરમાઇકોસિસનું મૃત્યુદર 50 ટકા સુધીનો છે. આમ,કોરોના કરતાં મ્યુકરમાયકોસિસ ખતરનાક બિમારી સાબિત થઈ રહેલી છે . એમ વિવેક પેથોલોજી લેબોરેટરી તેમજ રોટરી ક્લબ સાથે સંકળાયેલા બાબુભાઈ પ્રજાપતિએ જણાવેલ.