સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ મા અમૃત કળશ યાત્રા થકી માં ભારતીની માટીની વંદના કરવાનો અવસર
ગરવી તાકાત, વિસનગર તા. 13- વિશ્વગુરૂ અને ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાન થકી ભારતના વીરોની વંદના કરવા માટે સમગ્ર દેશ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે ત્યારે તારીખ 13-10-2023 ને શુક્રવાર ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ ના NSS વિભાગ દ્વારા યુનિવર્સિટિ ના પ્રેસિડેંટ ની હાજરીમાં “મારી માટી મારો દેશ” અંતર્ગત અમૃત કળશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં “માટી ને નમન વીરો ને વંદન “ થકી દેશના અમર શહીદોના બલિદાનનું સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ અમૃત કળશ યાત્રા માં સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ સંલગ્ન તમામ ડિપાર્ટમેંટ ના પ્રિન્સિપાલ , સ્ટાફ તથા વિધ્યાર્થીઓ જોડાયા હતા અને તમામ ડિપાર્ટમેંટ માંથી અમૃત કળશ માં માટી અને ચોખા એકત્ર કર્યા હતા. આ અમૃત કળશ રાજધાની દિલ્હી મોકલીને શહીદોને સમ્માન અર્પણ કરવામાં આવશે.
આજના આ અવસર પર અલૌકિક રાષ્ટ્રભાવના ની અનુભૂતિ કરી અને પ્રેસિડેંટશ્રી પ્રકાશ પટેલ દ્વારા ભારત દેશ ને વિશ્વગુરુ બનાવવા માટે યુનિવર્સિટિ પરિવાર તેમજ દેશના તમામ લોકો યથાશક્તિ યોગદાન આપે એવું આહવાન કરવામાં આવ્યું . અમૃત કળશ યાત્રા ની આયોજક ટીમ ને સફળ આયોજન માટે સંસ્થા ના પ્રેસિડેંટ શ્રી પ્રકાશ પટેલ , પ્રોવોસ્ટ ડો. પી. એમ. ઉદાણી તથા રજીસ્ટાર ડો. પરિમલ ત્રિવેદી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.