ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ ફરી એકવાર મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરતા જાેવા મળી શકે છે. યુવરાજ સિંહે પોતે મંગળવારે જાહેરાત કરી હતી કે તે 2022માં પીચ પર પરત ફરશે. યુવરાજ નિઃશંકપણે ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે. તેણે 2011 ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો. તેના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. વર્લ્ડ કપ દરમિયાન તેને કેન્સર હોવાનું નિદાન થયું હતું, પરંતુ તેણે ટીમ ઈન્ડિયા માટે રમવાનું ચાલુ રાખ્યું હતું. યુવરાજે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી-20 ઈન્ટરનેશનલમાં 17 સદી અને 71 અડધી સદી સાથે 11,000 થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે 2007 ટી ૨૦ વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
તેને 2000માં નૈરોબીમાં આઇસીસી નોકઆઉટ ટ્રોફીથી ડેબ્યૂ કર્યું અને 17 વર્ષ સુધી રમ્યો. યુવરાજે ભારત માટે છેલ્લી વનડે 30 જૂન 2017ના રોજ નોર્થ સાઉન્ડ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જે બાદ 2019 માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. યુવરાજે વિડિયોને કેપ્શન આપતા લખ્યું કે, ભગવાન તમારું ભાગ્ય નક્કી કરે છે. ફેન્સની માંગ પર હું આશા રાખું છું કે ફેબ્રુઆરીમાં પિચ પર પાછો આવીશ. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર મારા માટે ઘણું છે! સમર્થન કરતા રહો – આ અમારી ટીમ છે અને સાચા ફેન્સ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપશે. જાે કે, યુવરાજે તે જાહેર કર્યું નથી કે તે કઈ ટૂર્નામેન્ટ રમવાનો છે. પરંતુ એવું માનવામાં આવે છે કે યુવરાજ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ સિવાય અન્ય ખેલાડીઓની જેમ જ રોડ સેફ્ટી સિરીઝ રમશે, જે આવતા વર્ષે રમાશે.
યુવરાજે પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન મોતને પણ હરાવ્યું હતું. 2011 માં વર્લ્ડ કપમાં દરમિયાન તેની તબિયત બગડતા ખબર પડી કે તેના ફેફસામાં કેન્સરની ગાંઠ છે. ટીમના ઘણા દિગ્ગજાેએ તેને ન રમવાની સલાહ આપી હતી, પરંતુ યુવરાજે બીમારીની પરવા કર્યા વિના દેશ માટે વર્લ્ડ કપ રમ્યો અને જ્યારે ટીમે ટાઈટલ જીત્યું તો સારવાર માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો. લાંબા સમય બાદ યુવરાજ સિંહ આ જીવલેણ બીમારીને હરાવીને ફરી એકવાર બધાની સામે આવ્યો હતો. જાે કે તે ઘણી વખત ટીમમાં સ્થાન મેળવવામાં ચૂકી ગયો હતો. અંતે યુવરાજે અન્ય લીગમાં રમવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય કર્યો.