કથીત રાષ્ટ્રવાદી એક્ટર અક્ષય કુમારે દિવાળી નિમિત્તે એક મોટી જાહેરાત કરી છે. તેણે પોતાની નવી ફિલ્મ રામ સેતુનું ફર્સ્ટ લુક પોસ્ટર બહાર પાડ્યું છે. ટ્વિટર પર પોતાની ફિલ્મની ઘોષણા કરતા અક્ષયે દિવાળીમાં  ચાહકોને શુભેચ્છા પાઠવી છે. પોસ્ટરમાં અક્ષય એક મુસાફરની ભૂમિકા નિભાવતો નજરે પડે છે, જ્યારે તેની પાછળ ભગવાન રામની છબી છે. અક્ષય કુમારનો ફિલ્મનો લુક પણ બદલાયો. તે આ વખતે લાંબા વાળ સાથે જોવા મળશે. તેના પોસ્ટરમા મેઈથોડોલોજી ના પાત્ર રામ/સેતુ ઉપરના અસ્તીત્વને લઈ ગ્રે એરીયામાં પ્રશ્ન પુછવામાં આવ્યો છે. 

અક્ષય કુમારે ટ્વીટ કરેલા પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં આક્રમક અંદાજમાં ધનુષ અને તીર સાથે રામની તસ્વીર  મેથોલોજીકલ કેરેક્ટર રામ દેખાઈ રહ્યા છે. અક્ષય કુમાર પોસ્ટરમાં મુસાફરની ભુમીકામાં નજરે પડી રહ્યો છે. આ પોસ્ટર ટ્વીટ કરતા અક્ષયે જણાવ્યુ છે કે ” આ દિવાળી, ભારત રાષ્ટ્ર ના આદર્શ અને મહાનાયક ભગવાન શ્રી રામ ની પુણ્ય સ્મૃતીયો ને યુગો યુગો સુધી ભારતની ચેતનામાં સુરક્ષીત રાખવા માટે એક એવો સેતુ બનાવીયે જે આવનારી પેઢીઓને રામથી જોડીને રાખે. આવા પ્રયાસમાં અમારો પણ એક નાનો સંકલ્પ છે. રામ-સેતુ, બધાને દિવાળીની શુભકામનાઓ.

ઓવર ધ ટોપ(ઓટીટી) પ્લેટફોર્મ ઉપર 9 મી નવેમ્બરના રોજ અક્ષય કુમારની ફીલ્મ “લક્ષ્મી” રીલીઝ થઈ હતી. જેને ઓટીટી પ્લેટફોર્મ ઉપર રીલીઝ થવા વાળી બધી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા.  આ પહેલા સુશાંત સીંહ રાજપુતની ફિલ્મ “દિલ બેચારા”ના નામે હતો. જે ફિલ્મને પ્રથમ 24 કલાકમાં 75 મીલીયન વ્યુ મળ્યા હતા. જેની ખુદ Disney+HotstarVIP એ જાણકારી આપી હતી.