ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા

March 5, 2022

ગરવી તાકાત ગાંધીનગર: ગુજરાતમાં રાત્રે હજી ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે દિવસે ઉનાળાની દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી ૭ માર્ચે હળવા વરસાદની આગાહી કરી છે.

આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

વહેલી સવારથી અમદાવાદમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા પવનની અસર થી બુધવાર કરતાં ગુરુવારે અમદાવાદમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો થયો હતો. જાેકે આગામી ૨૪ કલાક ગરમીથી રાહત રહ્યા પછી ૧૫ માર્ચ ગરમીનો પારો વધીને ૩૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.

ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનના કારણે રાજ્યના ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રી વધુ નોંધાયો હતો. પણ ગુરુવારે પવનની દિશા બદલાતાં મહુવા અને વેરાવળ ને બાદ કરતા બધા શહેરોમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રી થી નીચે નોંધાયો હતો. આવનારા ત્રણ દિવસ ગરમીથી રાહત રહેશે. રવિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો ૨ થી ૩ ડિગ્રી વધીને ૩૬-૩૭ ડિગ્રીએ પહોંચી શકે છે. પરંતુ ૧૫ માર્ચે સુધીમાં ગરમી ૪૦ ડિગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ વર્ષે ગુજરાત સહિત રાજ્યોમાં કડકડતી ઠંડી પડી હતી તેથી ઉનાળામાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા દર્શાવાય છે. જેથી હીટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે મહિનામાં પશ્ચિમ અને તેનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0