ઈડરમાં ભર બજારે પોલીસ કર્મી દારૂના નશામાં ઢુલ. વીડિયો વાયરલ થયો.

June 21, 2025

સાબરકાંઠા જિલ્લામાંથી ખાખીવર્ધી પર કલંક લગાવતો ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે ઇડર શહેરના મુખ્ય રસ્તા પર ભર બજારે એક પોલીસ કર્મી દારૂના નશામાં ઢુલ હાલતમાં જોવા મળ્યો હતો. લોકોના કહેવા પ્રમાણે પોલીસ કર્મી વાહન નંબર GJ09 BG 9022 માં એકલો જ  દારૂના નશામાં હતો અને વર્દી પહેરેલા હોવા છતાં ચેતના વિહોણો દેખાતો હતો.

આ ઘટનાને જોઈને નાગરિકોએ ઘટનાસ્થળે ભીડ ભેગી કરી અને પોલીસ કર્મીનો વીડિયો બનાવી તેને સોશિયલ મિડીયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય પણ બની ગયો છે કે જ્યારે પોલીસને કાયદાનો રક્ષક માનવામાં આવે છે ત્યારે આવા દ્રશ્યો ગુજરાત જેવી દારૂબંધી વાળા રાજ્યમાં ખિન્નતા પેદા કરે છે.

ઇડરમાં પોલીસ કર્મી નશામાં ધૂત હાલત માં કાર માં જોવા મળ્યો અને ગઇકાલે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં પણ એક બીજો પોલીસ કર્મી દારૂના  મુદ્દે ACBના સકંજામાં આવ્યો હોવાની ઘટના તાજી છે.

ત્યાંજ  ઇડર માં એક બનાવ બન્યો છે ઇડર માં ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ જણાવ્યું કે દારૂના નશામાં પોલીસે ગાડી ટ્રાફિક વચ્ચે ચલાવતાં, ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. નસીબજોગે કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી.

આ મામલે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી  પોલીસ કર્મી સામે શિસ્તભંગની કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યુંઆવા કિસ્સા ફરી એકવાર ભવિષ્યમાં પોલીસ તંત્ર પર અને દારૂબંધીના અમલ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. પોલીસ કર્મી દારૂના નસા માં હતો કે બીજું કોઈ કારણ હતું તે તો પોલીસ તપાસ માં જ ખબર  પડશે.

રાકેશ નાયક,ગરવી તાકાત,ઇડર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0