અહેવાલ : જયંતિ મેતિયા
પોલીસે રોકડ તેમજ ઈલેક્ટ્રોનિક સાહિત્ય સહિતની મતા કબ્જે લઈ તપાસ હાથ
પાલનપુરમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર ચાલતો હોવાની માહિતી આધારે પોલીસે છાપો મારતાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાઇ ગયા હતા. જેમની પાસેથી પોલીસે રોકડ તેમજ ઇલેક્ટ્રોનિક સાહિત્ય સહિત રૂપિયા ૧.૨૫ લાખનો મુદ્દામાલ કબજે લઇ ત્રણેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા એસ.પી. પ્રદીપ સેજુળની સુચના આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના પી.આઇ એમ.ડી.પંચાલ તથા ડી સ્ટાફ પી.એસ.આઇ અે.બી.શાહ અને સ્ટાફના એ.એસ.આઇ સીકંદરખાન તથા હે.કો. કૌશિકભાઇ, પો.કો ચિરાગસિંહ, પો.કો યૂનિસખાન, પો.કો.મોગલદાન તેમજ પો.કો અશોકભાઇ સહિતના સ્ટાફના માણસોએ બાતમી આધારે ઇલિયાસભાઇ બાદશાહ અમીર મહમદ નાગોરી રહે કુંજગલી ખોડા લીમડા પાલનપુર વાળાના મકાનમાં રેડ કરતાં ઇસમે તેના મકાનમાં પ્રજ્ઞેશભાઇ મનહરભાઇ ચોકસી રહે સત્યમ સીટી પાલનપુર તથા શેખરભાઇ કાંતિલાલ ગુપ્તા રહે ફાંસિયા ટેકરા પાલનપુર વાળાઓ સાથે મળી એકબીજાના મેળાપીપણાથી ક્રિકેટ સટ્ટાના ઇલેક્ટ્રોનિક સાહિત્ય લેપટોપ તેમજ મોબાઈલ ફોન-૧૬ અને રોકડ રકમ તેમજ કોમ્યુનિકેટર બોક્સ, લેપટોપ કીબોર્ડ, લેપટોપ ચાર્જર, લાકડાની પાટલી મોબાઇલ ચાર્જર સહિતની મતા સાથે ઝડપાઇ ગયા  હતા. પોલીસે ઉપરોકત મુદ્દામાલ કબજે લઇ આ ત્રણેય ઇસમો સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે જુગારધારા એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Contribute Your Support by Sharing this News: