સાબરકાંઠા જિલ્લામાં ચંદનના વૃક્ષની ચોરી કરનાર પુષ્પા ગેંગના 13 સભ્યોને પોલીસે દબોચ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકામાં છેલ્લા અઢી મહિનાથી સુગંધિત કિંમતી ચંદનના ઝાડની ચોરી આચરનાર પુષ્પા ગેંગના ૩ આરોપીઓની બાઈક સાથે એલસીબીએ ધરપકડ કરી છે. પોલીસે 4 લાખ રૂપિયાનું સુગંધિત ચંદન રિકવર કર્યું આમ 3 સગીર આરોપી સહીત 13 લોકોની પોલીસે ધરપકડ કરી છે. તો પુષ્પા-પુષ્પા ગેંગના 7 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં ખેડૂતો ખેતરના શેઢા પર કિંમતી ચંદનના ઝાડનું વાવેતર કરે છે ત્યારે ઇડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડની કેટલાય સમયથી ચોરી થઈ રહી છે. ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ ઇડર આસપાસથી કિંમતી ચંદન ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો પણ જાહેર કર્યા હતા. જેમાં 3 મહિલા, 3 કિશોરો સહિત અન્ય 1 રીસીવર સહિત તમામ 10 જેટલા આરોપીઓ કિંમતી ચંદનની ચોરી આચરતા હતા.

આરોપીઓ દિવસે રુદ્રાક્ષ અને મહિલાઓની કટલરી વેચાણ માટે ગામડાઓમાં ફરતા હતા. તે દરમિયાન ચંદનના ઝાડની રેકી કર્યા બાદ રાત્રીના સમયે ચંદનના ઝાડને કરવત વડે કાપી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. તો ચંદનના ઝાડ કાપ્યા બાદ લઇ જવાય તેટલા લઇ જતા હતા અને બાકીના નજીકમાં ખાડો ખોદી દાટી દેતા હતા અને સમય પ્રમાણે તે કાઢી તેમના ઇડરના સહકારી જીન માર્કેટ પાછળના મેદાનમાં નાખેલ પડાવ લઇ જતા હતા. પડાવ નજીક પણ ખાડો ખોદી ચંદન દાટી ડેટા હતા અને તેની છાલ પણ દાટી દેતા હતા.

ઇડર તાલુકાના ઇડર પોલીસ મથકે ચોરીના સાત ગુન્હા અને જાદર પોલીસ મથકે એક એમ આઠ જેટલા ગુન્હા નોંધાયેલ છે. જેની આરોપીઓએ કબૂલાત પણ કરેલ છે. તો બીજી તરફ આરોપીઓએ અત્યાર સુધી અંદાજીત 15 લાખના ચંદન ચોરીના સાત ગુનાઓ કબુલ કરેલ છે. જેમાંથી ચાર લાખ રૂપિયાનું ચંદન ઝડપાયું છે. તો બાકીનું 11 લાખનું ચંદન ઉત્તર પ્રદેશમાં કનોજ ખાતે વેચાણ કરી દીધું છે. જિલ્લામાંથી ચોરાયેલ કિંમતી ચંદનમાંથી પોલીસે 4 લાખ રૂપિયાનું ચંદનના ઝાડ રિકવર કર્યા છે.

આરોપીઓએ ઈડરના ચાંડપ,સૂર્યનગર, કંપા,બડોલી, ફિંચોડ સહિતના ગામોમાંથી ચંદનના કિંમતી ઝાડની ચોરી થઈ હતી. આ ચોરી આચરનાર ગેંગ છેલ્લા 3 મહિનાથી ઇડર પંથકમાં તરખાટ માચાવતી હતી. ચોરી આચરનાર આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના છે. તો ચોરી કરેલ ચંદન આરોપીઓ ઉત્તર પ્રદેશના કનૌજ ખાતે વેચાણ કરતા હતા.

તસવિર અને અહેવાલ : ભરતભાઇ  ભાટ–હિંમતનગર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.