જૂનાગઢમાં પ્રદીપસીંહ જાડેજાની હાજરીમાં પોલીસ સંભારણા દિનની ઉજવણી

શેર કરવા અહીં ક્લિક કરો.
સમગ્ર ભારતભરમાં જુદા જુદા રાજ્યોમાં તેમજ કેન્દ્રીય પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન કર્યુ હોય તેવા શહિદ પોલીસ અધિકારી/પોલીસ જવાનોના માનમાં 21મી ઓકટોબરના રોજ પોલીસ સંભારણા દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે  ફરજ બજાવતા પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન કર્યુ હોય તેવા પોલીસ અધિકારી/પોલીસ જવાનોને યાદ કરી, તેઓ તમામને શ્રધ્ધાંજલી આપવામાં આવે છે.
 
 
જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે  આવેલ શહીદ સ્મારક ખાતે પોલીસ સંભારણા દિન નિમીતે કોમોરેશન પરેડ યોજવામાં આવેલ હતી. આ પરેડ દરમિયાન તા. 01.09.2020 થી તા. 31.08.2021 દરમિયાન જે પોલીસ અધિકારીઓ/પોલીસ જવાનોના ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થયેલ હોય તેવા પોલીસ અધિકારી/પોલીસ જવાનોની યાદી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ, તે યાદીમાં દર્શાવેલ તમામ જવાનોને યાદ કરવામાં આવેલ હતાં. આ પોલીસ સંભારણા દિન નિમીતે શહિદ પોલીસ અધિકારી/પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી.
 
આ સંભારણા દીન નિમિતે કોરોના કાળ દરમિયાન શહીદ થયેલ પોલીસ જવાનોને પણ ખાસ યાદ કરવામાં આવેલ હતાં. જૂનાગઢ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન શહિદ થયેલ જવાનો (1) કિરણભાઈ કાંતિલાલ કેલૈયા, (2) રમેશગર ઉમેદગર મેઘનાદી તથા (3) કમલેશભાઈ મગનભાઈ પ્રજાપતિના કુટુંબીજનોને ખાસ હાજર રાખી, તેઓ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. ઉપરાંત, જૂનાગઢ જિલ્લાના કોરોના કાળમાં શહિદ થયેલ પોલોસ જવાનોના કુટુંબીજનોને જૂનાગઢ રેંજના ડીઆઈજી  મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા રૂબરૂ મળી, ભવિષ્યમાં બાળકોના અભ્યાસ બાબતે અથવા કોઈપણ જરૂરિયાત ઉભી થાય તો, જૂનાગઢ પોલીસ તેઓની સાથે ઉભી રહી, મદદ કરવા ખાત્રી આપેલ હતી. 
 
જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ચાલુ સાલે જ જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટર ખાતે નવું શહીદ સ્મારક બનાવવામાં આવેલ છે. જેની ડિઝાઇન સ્પેશિયલ આઇપીએસ તાલીમ સંસ્થા જેવી બનાવી, શહિદ સ્મારક ઉપર આજદિન સુધી શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી માટે નામ પણ લખવામાં આવેલ છે. આ નવનિર્મિત શહીદ સ્મારક ખાતે પોલીસ અધિકારી/પોલીસ જવાનોને યાદ કરી, તેઓ તમામને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી..
 
પોલીસ સંભારણા દિનની આ પરેડમાં જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  ઉપરાંત, જૂનાગઢ શહેર તથા જીલ્લાના પોલીસ અધિકારીઓ પ્રદીપસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક, જૂનાગઢ, આર.વી.ડામોર, નાયબ પોલીસ અધિક્ષક, હેડ કવાર્ટર, હિંગોળદાન રતનું, નાયબ પોલીસ અધિક્ષક, એસસીએસટી સેલ,  પિયુષ જોશી, આર.એસ.આઇ., હેડ ક્વાર્ટર તથા જુદાં જુદાં પોલીસ સ્ટેશનો તથા શાખાના પોલીસ સબ ઇન્સ. જે.જે.ગઢવી, કે.એમ.મોરી, કે.કે.મારુ, મહેશભાઈ ડવ, વિગેરે 30 જેટલા પોલીસ અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં પોલીસ જવાનો હાજર રહ્યા હતાં.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.