— કરજીસણ અને આંબલિયારા માંથી પોલીસે 10 જુગારી સાથે જુગાર ધામ ઝડપાયું :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા માં આવેલ કરજીસણ અને આંબલિયારા પોતાના આર્થિક ફાયદા અનુસાર બહાર થી માણસો બોલાવી ને હાર જીત નો જુગાર રમી રહ્યા હતા તે દરમ્યાન ત્યાંની સ્થાનીક પોલીસ ને ખાનગી રાહે બાતમી મળતા પોલીસ ના કર્મચારીઓ સદરી જગ્યા ઉપર તપાસ કરતા હકિકત ના આધારે જુગાર રમી રહેલા માણસો ને કોટન કરી ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જેમાં કરજીસણ ગામે હાડવી જતા રોડ ઉપર વડવા નજીક ચોકડીએ ગામનો ઠાકોર જીગ્નેશ કુમાર ઉર્ફે જિગો બહારથી માણસો બોલાવી ને જુગાર રમાડી રહ્યો હતો જેમાં રેડ દરમ્યાન પકડાયેલ ઈસમો પાસે થી રોકડ 14,570/- રૂપિયા મોબાઇલ નંગ – 2 કિંમત 5500/- રૂપિયા વાહન નંગ – 4 જેની કિંમત 3,80,000/- તેમ કુલ મળી 4,00,070/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
આંબલીયારા રૂહાવાડી તલાવડી ની બાજુમાં આવેલ નાની કેનાલ ની બાજુમાં આવેલ ઝાડ ના છાયડા ની ખુલ્લી જગ્યામાં ઠાકોર પ્રવીણજી ઉર્ફે પલાજી રહે આંબલીયારા જે પણ બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યો હતો તે દરમિયાન પોલીસ રેડ કરતા રોકડ રકમ 19,100/- મોબાઈલ નંગ – 4 કિંમત 23,000/- તેમ કુલ મળી 42,600 નો મુદ્દામાલ સાથે ઇસમો ને ઝડપી પાડવામાં આવ્યા હતા અને નાસી ગયેલ ઇસમો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
— જુગાર રમતા ઈસમો ના નામ :
(1) હનીફભાઇ હમિદભાઈ મલેક રહે આંબલીયારા (2) ફારૂકભાઈ અયુબભાઇ મલેક રહે આંબલીયારા (3) જયંતીભાઇ મોહનભાઈ સેનમા રહે, કલોલ (4) નરેશ રણછોડજી ઠાકોર રહે અમદાવાદ (5) ગિરીશ બાબરજી ઠાકોર રહે આંબલીયારા (6) પ્રવીણજી ઉર્ફે પલાજી વિરમજી ઠાકોર રહે આંબલીયારા (7) કૃણાલજી ચૂથાજી ઠાકોર રહે અમદાવાદ (8) જીગ્નેશ ઉર્ફે જીગો રાજુજી ઠાકોર રહે કરજીસણ (9) ટીનાજી ઉદુજી સોલંકી રહે ડાંગરવા (10) શ્રવણભાઇ સોમાભાઈ દંતાણી રહે માણસા
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી