હિંમતનગર નગરપાલિકાના બે બોર પરથી કેબલ ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી…

March 23, 2026

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર નગરપાલિકાના બે બોર પરથી કેબલ ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી એક સપ્તાહ અગાઉ થયેલી આ ચોરીમાં રૂ. 10,000થી વધુ કિંમતના કેબલ વાયરની ઉઠાંતરી થઈ હિંમતનગર એ-ડિવિઝન પોલીસે મોતીપુરા વિસ્તારમાંથી આ બંનેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી નગરપાલિકાના કર્મચારી મહેન્દ્રસિંહ ગીરધારીસિંહ રાજપૂતે આ અંગે ફરિયાદ નોંધાવી તેમની ફરિયાદ મુજબ, 17 માર્ચની રાત્રે દેવભૂમિ બંગ્લોઝ પાસેના બોર પરથી આશરે રૂ. 10,384ની કિંમતના 14 મીટર કેબલની ચોરી થઈ.

આ ઉપરાંત, નવી સિવિલ સામે આવેલી અશ્વમેઘ સોસાયટી સ્થિત પાલિકાના બોર પરથી પણ આશરે રૂ. 5,400ની કિંમતના 36 મીટર કેબલની ચોરી થઈ મહેન્દ્રસિંહ રાજપૂતે રવિવારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેબલ ચોરીની ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ દરમિયાન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી એક રિક્ષામાંથી બે શખ્સોને ઝડપી પાડ્યા.

તેમની પાસેથી 6 કિલોથી વધુ વજનનો આશરે રૂ. 7,200નો તાંબાનો કેબલ જથ્થો મળી આવ્યો પોલીસે કેબલ અને રૂ. 1 લાખની રિક્ષા સહિત કુલ રૂ. 1,07,200નો મુદ્દામાલ જપ્ત કર્યો પકડાયેલા આરોપીઓમાં મહેશ જીવણ પટ્ટણી (ઉંમર 19, રહે. ગીરધરનગર આવાસ યોજના, બસ સ્ટેન્ડ સામે, હિંમતનગર) અને વિક્રમ ઈશ્વર વાઘરી (ઉંમર 19, રહે. મોદી ગ્રાઉન્ડ ખાતે છાપરામાં, બેરણા રોડ, હિંમતનગર)નો સમાવેશ થાય.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0