ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના વડાવી ગામના એક યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો આ ઘટના બુધવારે બપોરના સમયે બની જેમાં કલોલ તાલુકાના જેટલા ઈસમો સંડોવાયેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી અને તેને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો બાવલુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પોલીસ ફરિયાદ મુજબ, વડાવી ગામના રાકેશ જયંતિજી ઠાકોરને હાજીપુરની એક યુવતી સાથે પ્રેમ સંબંધ યુવતી પરિણીત હોવા છતાં, એક મહિના પહેલા રાકેશ અને યુવતી ચોટીલા ભાગી ગયા પરિવારજનોએ તેમને શોધી કાઢ્યા બાદ યુવતીને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી.

અને સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું સમાધાન બાદ રાકેશ અને યુવતી વચ્ચે કોઈ સંપર્ક નહોતો. બુધવારે બપોરે રાકેશ તેના ઘરે હાજર હતો ત્યારે તેના મિત્ર આઝાદ ઠાકોરનો ફોન આવ્યો આઝાદે તેને વડાવીના વિશામે બોલાવ્યો જેથી રાકેશ પોતાની બાઇક લઈને ત્યાં ગયો રાકેશ આઝાદ પાસે પહોંચ્યો કે તરત જ એક સ્કોર્પિયો ગાડી આવીને ઊભી ગાડીમાંથી હાજીપુર, કલોલના ધેલાજી ઠાકોર, રાહુલ ઠાકોર અને લાલજી ઠાકોર ઉતર્યા અને રાકેશને માર મારવાનું શરૂ કર્યું.

આ દરમિયાન તેનો મિત્ર આઝાદ ઠાકોર પોતાની બાઇક લઈને ત્યાંથી ફરાર થઈ ગયો રાકેશે ભાગવાનો પ્રયાસ કર્યો અને ગામના લોકો તેને છોડાવવા વચ્ચે પડ્યા, પરંતુ હુમલાખોરોએ તેને બળજબરીથી સ્કોર્પિયો ગાડીમાં બેસાડી દીધો. અપહરણ બાદ રાકેશને શેડફા ચોકડી પાસે આવેલા એક ચરામાં લઈ જવામાં આવ્યો ત્યાં હાજીપુર, કલોલનો સની ઠાકોર આર્ટિકા અને ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યો આ તમામ ઈસમોએ ભેગા મળીને વડાવીના રાકેશને ફરીથી માર માર્યો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ફ્રેક્ચર પણ થયું.


