ગરવી તાકાત,ખેડા
સ્વામી નારાયણ સંપ્રદાયના મંદિરો દેશના અલગ અલગ વિસ્તારોમાં આવેલા છે જેમાં વડતાલનુ સ્વામી નારાયણ મંદિર ખુબ ચર્ચાનો વિષય બનતુ હોય છે. આ મંદીરના તથાકથિત સંતો મંહતો ઉપર અવાર નવાર સેક્સકાંઢના પ્રકરણો બહાર પડતા રહેતા હોય છે. આજે ફરીવાર આ મંદીરના કોઠારી અને કરજણના સ્વામી પ્રકાસદાસ ઉપર તેમના જ યુવક શીષ્યે તેની ઉપર સષ્ટી વિરૂધ્ધના ક્રૃત્યો કર્યાના આરોપ લગાવ્યા છે. જેથી સ્વામી નારાયણ સમુદાયના વડતાલ ખાતેના મંદીરને એેમના સાધુ સંતોએ સેક્સનો અડ્ડો બનાવી દીધો હોય એવુ માલુમ થઈ રહ્યુ છે.
વડતાલ સ્વામી નારાયણ મંદીરના એક શીષ્યે પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેમના ગુરુ ઘનશ્યામ પ્રકાશદાસે તેની ઉપર વર્ષ 2013 થી 2019 સુધી અવારનવાર સ્રૃષ્ટી વિરૂધ્ધના ક્રૃત્યો કરતા હતા.
કહેવાય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયનુ વડતાલ ખાતેનુ મંદીર ખુુદ સ્વામીનારાયણે ઈટોં ઉપાડી આ મંદિર બનાવવામાં શ્રમ દાન કર્યુ હતુ એ જ મંદીરના તેમના સાધુ સંતોએ સેક્સના અડ્ડા સમાન બનાવી દીધુ હોય જોવા મળી રહ્યુ છે કેમ કે 8 ઓગસ્ટ 2020 ના રોજ મંદીરના સાધુઓ ઉપર આરોપ લાગ્યા હતા કે એમને મહિલા સાધ્વિઓ જ્યારે બાથરૂમમાં જતી હતી ત્યારે તેનો વિડિયો બનાવી દેવામાં આવતો હતો.
આ પણ વાંચો – ધર્મના નામે વડતાલ સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ તેના શિષ્ય સાથે ખેલ્યો હવસનો ખેલ
આ અંગેની ફરિયાદ નોંધાતા ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં શીષ્યે જણાવ્યુ હતુ કે, એક દિવસે બપોરે બે વાગે ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામીએ તેમના રૂમમાં બોલાવ્યો ત્યારે તેમણે મને કહ્યું કે તું આટલો નર્વસ કેમ લાગે છે. ત્યારે મેં તેમને આ આવેગો અંગે વાત કરી. ત્યારે તેમને મને કહ્યું કે, હું જેમ કહું તેમતું કરજે એટલે તારા આવેગો નાસ પામશે અને તું બ્રહ્મરૂપી થઇશ. જે બાદ તેમણે મને કહ્યું કે રૂમનો દરવાજો બંધ કરીને મારી પાસે બેસ. એટલે હું તેમની પાસે બેઠો એટલે તેમણે મને ભગવાનની, શાસ્ત્રોની વાતો કરી કરીને મારું બ્રેઇન વોશ કરી દીધું, મને હિપ્નોટાઇઝ કરી દીધો કે, એમણે મને મારા વસ્ત્રો કઢાવી નાંખ્યા અને તે પોતે પણ નિર્વસ્ત્ર થઇ ગયા. અને મારી જોડે સૃષ્ટી વિરુદ્ધનું દુષ્કર્મ કર્યું. ત્યારે મે તેમનો પ્રતિકાર કર્યો અને કહ્યું કે કોઇપણ સાધુને આ છાજે એવુ નથી. ત્યારે તેમણે મને ડરાવીને ધમકાવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તું કોઇને કહીશ તો તારી આવી બનશે અને તને નુકસાન થશે. ત્યારથી લઇને અત્યાર સુધી તેમણે મને મેન્ટલ ટોર્ચર કરીને મને દબાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છે.
મીડીયા સાથેની વાતચીતમાં કોઠારી અને કરજણના કંડારી ગુરૂકુળના સંસ્થાપક ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામી વિરૂધ્ધ આરોપ લગાવનાર શીષ્યે જણાવ્યુ હતુ કે 2013 થી 2019 સુધી મારા સીવાય અન્ય શીષ્ય સાથે પણ આ લોકો તેમની સાથે આવે દુષ્ક્રૃત્ય કરતા હતા,અને ધમકી પણ આપતા હતા કે કોઈને આ વાતની જાણ કરીશ તો તને અને તારા પરીવારને જાન થી મારી નાખવામાં આવશે. તે લોકોએ મને ગોધી રાખ્યો હતો અને મારી દરેક એક્ટીવીટી ઉપર તેઓ નજર રાખતા હતા.
આ પોલીસ ફરિયાદમાં સ્વામી નારાયણ મંદીરના શીષ્યે જણાવ્યુ છે કે મારા સીવાય અન્ય 30 થી 40 યુવકો એવા છે જેમની સાથે આ ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામી અને દિવ્યવલ્લભ સ્વામી આવા સૃષ્ટી વિરૂધ્ધના ક્રૃત્યો કરતા હતા. જેમા તેઓ અમને શાસ્ત્રોની વાતોમાં ભોળવી અમારૂ બ્રેઈન વોસ કરી અમારૂ જાતીય સોશણ કરતા હતા.