— ગામનો જ શખ્સ બાળકીને વહોળામાં ઉપાડી જઈ છેડતી કરતા પોલીસ ફરિયાદ :
ગરવી તાકાત પાલનપુર : અમીરગઢ તાલુકાના કંસારા ગામે ઘર આગળ રમી રહેલી નવ વર્ષની બાળકીને એક નરાધમ ઉપાડીને વહોળામાં લઇ ગયો હતો અને અડપલાં કરતાં ચકચાર ફેલાઈ હતી.આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
અમીરગઢ તાલુકાના કંસારા ગામે મજુરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા એક શ્રમજીવી પરીવારની નવ વર્ષની બાળકી પોતાના ઘર આંગણે રમતી હતી. દરમ્યાન ગામના કાળુ લાલભાઈ ડામોર નામના શખ્સે બાળકીની એકલતાનો લાભ ઉઠાવી વહોળામાં લઈ જઈ ત્યાં તેની સાથે અડપલાં કરતા બુમાબુમ કરી મુકી હતી. ત્યારબાદ આ મામલે બાળકીની માતાએ આરોપી કાળું લાલા ડામોર વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરાયો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર