ગરવી તાકાત, કડી
લોકડાઉન દરિમ્યાન કડી પોલીસ સ્ટેશનનાં કવાઁટર માંથી રેડ દરમ્યાન પકડાયેલ દારૂને સગેવગે કરવામાં 9 પોલીસકર્મીઓ ઉપર ગુનો દાખલ થયો છે જેમાં હેડ કોન્સ્ટેબલ હિતેષ પટેલ અને જી.આર.ડી. ચિરાગ પ્રજાપતિની ધરપકડ કરાઈ હતી.
જયારે પીએસઆઇના રીમાન્ડ દરમ્યાન માહિતી આધારે આજે કડી નજીકથી કેનાલમાંથી દારૂની બોટલો મળી આવી છે. આ સાથે ગાંધીનગર ડીવાયએસપીની સીટ દ્રારા હજી વધુ બોટલોની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.ગત દિવસોએ પોલીસે જ દારૂની બોટલો સગેવગે કરવા કેનાલમાં નાંખી હોવાનું બહાર આવ્યુ હતુ. આ કેસમાં 9 પોલીસ કર્મચારી આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોધાયેલો છે.

આ પણ વાંચો – પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા! દેત્રોજમાં કેનાલમાંથી યુવકની પથ્થરથી બાંધેલી લાશ મળી
મહેસાણા જીલ્લાના કડીમાં પોલીસ સ્ટેશનમાં દારૂ સગેવગે કેસમાં નવી વિગતો સામે આવી છે. ગુનામાં સંડોવાયેલ પીએસઆઇ બારાના રિમાન્ડ દરમ્યાન મળેલી માહિતી આધારે આજે ગાંધીનગર ડીવાયએસપીની સીટ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કડી નજીકની નરસિંહપુરા કેનાલમાંથી તરવૈયાઓ દ્વારા પાણીમાંથી વધુ ૩૨૪ દારૂની બોટલ બહાર કાઢી હતી.કડી માં બહુચર્ચિત દારૂકાડ પ્રકરણ માં પી.આઈ,બે પી.એસ.આઈ સહિત ૯ પોલીસ કમીઁઓ ઉપર દારૂ નો જથ્થો સગેવગે કરવાના પ્રકરણમાં ગુનો દાખલ થયેલ છે.
એહવાલ,તસ્વીર – જયમીન સથવારા