ગરવીતાકાત મહેસાણા: મહેસાણા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા તથા મહેસાણા નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાના માર્ગદર્શનથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચનાને આધારે બેચરાજી પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બાતમીને આધારે પોલીસે ડેડાણા ગામના એક નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો છે. બેચરાજી પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ન.20/2018 ઇ.પી.કો.કલમ 302,307,326,324,323,504,147,148,149 તથા જી.પી.એકટ 135 મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી ભરવાડ ચંપકભાઈ ઉર્ફે ચંપાભાઈ ઉર્ફે સંપતભાઈ લક્ષ્મણભાઈ હરજીભાઈ ગામ. ડેડાણા, રામાપીરના મંદિર પાસે ઇન્દિરા નગર તા. બેચરાજી જી.મહેસાણાને બાતમીને આધારે પોલીસે પંચો સાથે રાખી ડેડાણા ગ્રામજનોને પણ સાથે રાખી હકીકતથી વાકેફ કરી આરોપીને ડેડાણા રામાપીરના મંદીર આગળ ખુલ્લી જગ્યામાં સુતો હતો ત્યારે જ ઝડપી પાડયો છે.

Contribute Your Support by Sharing this News: