પોલીસે જોટાણામાં વેપારી પર હુમલો કરનાર આરોપીઓની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું…

August 20, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના જોટાણા ગામમાં 15મી ઓગસ્ટે વેપારી પર થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા બાદ સાંથલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી આ હુમલામાં વેપારીને ગંભીર ઇજાઓ થતાં તેના જમણા કાંડામાં ફ્રેક્ચર થયું પોલીસે આજે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું આ દરમિયાન આસપાસના વ્યાપારીઓ અને લોકો આરોપીઓને જોવા ઉમટ્યા.

Case of attack on businessman in Jotana | જોટાણામાં વેપારી પર હુમલાનો મામલો:  પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, ફ્રીજ રીપેરીંગ ના કરી  આપતા ...

અઢી માસ પહેલાં ફ્રીજ રિપેરિંગ કરવા ન જવાના મામલે આરોપીએ જૂની અદાવતમાં હુમલો કર્યો આ બનાવ અંગે કિશનસિંહ વાઘેલાએ જોટાણા પોલીસ સ્ટેશનમાં તેલાવીપુરાના ભરતજી વેલુજી ચૌહાણ, આર્યનસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણ, પૃથ્વીસિંહ કેશુજી ચૌહાણ અને ક્રિપાલસિંહ જશવંતસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં સાંથલ પોલીસે આરોપીને ઝડપ્યા હતા.

ત્યારબાદ, પોલીસ દ્વારા ઘટનાસ્થળે આરોપીઓને લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ અને લોકો ત્યાં એકઠા થયા હતા. આ ઘટનામાં ફરિયાદીના જમણા કાંડામાં ફ્રેક્ચર થતા તેઓ સારવાર લઈ રહ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0