બનાસકાંઠા એસ.પી.પ્રદિપ શેજુળ ,પોલીસ અધિક્ષક, બનાસકાંઠાનાઓએ તથા એ. આર. ઝનકાત ના.પો.અધિ. પાલનપુર નાઓએ જુગારની બદૃી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ પાલનપુર તાલુકા પો. સ્ટે. ના પો.કો. વિનોદભાઈ ની બાતમી હકીકત આધારે એ. એમ. પટેલ પો. સબ. ઇન્સ. પાલનપુર તાલુકા, વિનોદભાઈ, ઘેમરભાઈ, રહીમખાન, શૈલેષભાઈ, નરેશભાઈ, દીપકભાઈ, મહેશભાઇ ની ટીમે ઉકરડા ગામની સીમમાં ગંજીપાનાનો તીનપત્તીનો જુગાર રમતા (૧) ઇશાક અયુબભાઈ કુરેશી નાની બજાર પાલનપુર (૨) જાવેદ બિસ્મીલખાં નાગોરી નાગોરીવાડ પાલનપુર (૩) અલ્તાફભાઈ લિયાકતખાન નાગોરી મોટી બજાર પાલનપુર (૪) અજીતસિંહ ગાગુસિંહ ભાટી બેચરપુરા પાલનપુર (૫) અલ્પેશભાઈ જયંતીલાલ ગોહિલ પાલનપુર (૬) ઈમરાનખાન  ઇસ્માઇલખાન સિંધી નાની બજાર પાલનપુર (૭) અબ્દુલઅઝીઝ અબ્દુલરહેમાન શેખ જુહાપુરા અમદાવાદ (૮) જલાલખાન બિસમિલ્લાખાન નાગોરી હુસૈનીચૌક પાલનપુર (૯) જુમાખાં અબ્દુલ્હામિદ પઠાણ ખેડા વાળાને એમ કુલ નવ આરોપીને રોકડ રકમ રૂ.૯૭,૫૦૦/- તથા ઈકોગાડી ૧  કિ.રૂ.૨,૦૦,૦૦૦/-  તથા મોબાઇલ નંગ-૮  કી રૂ. ૭૦૦૦/- મળી કુલ રૂ. ૩,૦૪,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઅોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.