ગરવીતાકાત,બનાસકાંઠા: તા. ૦૬/૦૯/૨૦૧૯ ના રોજ ધાનેરા તાલુકાના ધાખા ગામે  રહેતા રતનાભાઇ પ્રતાપભાઇ માજીરાણા નાઓની લાશ જોરાપુરા ગામની સીમમાં મળી આવતાં લાશને જોતાં ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઉંડા ઘા જણાઇ આવતાં ધાનેરા પો.સ્ટે ખાતે ઇ.પી.કો.કલમ. ૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ નો ગુનો દાખલ કરેલ હોય જે ગુનાનો ભેદ ત્વરીત ઉકેલવા અને આરોપીને શોધી તાત્કાલીક ધરપકડ કરવા સારૂ ઇન્ચાર્જ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અજીત રાજયાણ નાઓએ સુચના કરતા વી.જી.પ્રજાપતિ I/C પોલીસ ઇન્સ્પેકટર ધાનેરા તથા આ.હેઙકો જશવંતસિંહ કેશરસિંહ તથા અ.હેઙકો ઇશ્વરભાઇ હરસીંગાભાઇ તથા અ.હેઙકો શ્રવણસિંહ માસેંગજી તથા અ.હેઙકો ગોવિંદભાઇ અરજણભાઇ તથા અ.હેઙકો અરજણાજી સરૂપાજી તથા અ.પો.કો વિજયસિંહ સોમસિંહ તથા આ.પો.કો મનોહરસિંહ રામસિંહ વિગેરે પો.સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી અને સ્થાનિક ગુન્હા નિવારણ શાખાની મદદથી *આરોપી પ્રકાશભાઇ કરણાભાઇ માજીરાણા રહે. ડુગડોલ તા. ધાનેરા વાળા નાઓના મોબાઇલ ફોનનું કરન્ટ લોકેશન મેળવી ગણતરીના કલાકોમાં થાવર ગામની સીમ માંથી પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દઇ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

તસ્વીર અહેવાલ પ્રકાશ ડાભી ધાનેરા 

Contribute Your Support by Sharing this News: