પોલીસે આઇશર ટેમ્પોમાં વહન થઇ રહેલા ગેરકાયદેસર ઓઇલના જથ્થા સાથે એક ઇસમની કરી ધરપકડ

ગમ્યું તો આગળ શેર કરો.

       પોલીસે કુલ ૯,૪૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે મુનાફ ઇસ્માઇલ મેમણ મૂળ રહે. આણંદ હાલ રહે. ભરૂચ નાઓની ઘરપકડ કરી હલદરવા ગામ પાસેથી બે લાખ ઉપરાંતના ગેરકાયદેસર ઓઇલ સાથે એક શખ્સને વડોદરાSOGએ ઝડપી પાડ્યો ઓઇલનો ગેરકાયદેસર વેપલો કરતા ઇસમોમાં ભારે ફફડાટ નેશનલ હાઇવે નંબર ૪૮ પર ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામ પાસેથી વડોદરા એસ ઓ જી પોલીસે આઇશર ટેમ્પોમાં વહન થઇ રહેલા ગેરકાયદેસર ઓઇલના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરતાં ઓઇલનો ગેરકાયદેસર વેપલો કરતા ઇસમોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વડોદરા એસ ઓ જી સ્ટાફના માણસો કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે એક આઇસર ટેમ્પો નંબર જીજે – ૦૬ – એ એક્સ – ૫૭૫૯ નો ચાલક ટેમ્પોમાં ગેરકાયદેસર શંકાસ્પદ ઓઇલના પીપ સાથે જઇ રહ્યો હતો. આ આઇશર ટેમ્પોને રોકી ટેમ્પોની સઘન તલાશી લેતા ટેમ્પોમાંથી ફ્યુઅલ ઓઇલ ભરેલા લોખંડના ૨૦૦ લિટરના પીપ જેમાં કુલ ૭,૮૦૦ લિટર ઓઇલ કિંમત રૂપિયા ૨,૩૪,૦૦૦ અંગઝડતીના રોકડા રૂપિયા ૨,૦૦૦, મોબાઇલ નંગ ૨ કિંમત રૂપિયા ૫,૫૦૦, તાડપત્રી નંગ ૧ કિંમત રૂપિયા ૧,૦૦૦ તેમજ આઇશર ગાડીની કિંમત રૂપિયા સાત લાખ મળી કુલ ૯,૪૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે મુનાફ ઇસ્માઇલ મેમણ મૂળ રહે. આણંદ હાલ રહે. ભરૂચ નાઓની ઘરપકડ કરી તેના વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો