— આરોપીઓ સગીરાને ફ્રેન્ડ શીપ રાખવા દબાણ કરીને દુષ્કર્મ આચરતા હતા
ગરવી તાકાત અમદાવાદ: જો તમારા ઘરે દીકરી છે અને તમારા ઘરે કોઈ વ્યક્તિ પરિવારના મિત્ર બનીને અવાર નવાર આવતું હોય તો જરા ધ્યાન રાખજો. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે આવા જ એક મિત્ર બનીને આવેલા શખ્સે એક સગીરાને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું. એટલું જ નહીં પણ તેનો લાભ તેના અન્ય મિત્રએ પણ લીધો. જે ઘટનામાં પોલીસ ફરિયાદ થતા પોલીસ એ દુષ્કર્મ ગુજારનાર બે મિત્ર અને મદદગારી કરનાર એક મિત્રની ધરપકડ કરી જેલ હળવે કર્યા છે.
અમદાવાદ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સાગર પટેલ, રાજ્ઞેશ ધાનાણી અને ધ્રુવીક ઉર્ફે ડિડી ઢાંકેચા નામના 3 શખ્સોની પોલીસે 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ ગુજારવા માટે ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપી સગીરાને બ્લેક મેઈલ કરીને અવાર નવાર દુષ્કર્મ આચરતા હતા.
સગીરા આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળીને પોતાના પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી. જેમાં બેની દુષ્કર્મ કરવા હેઠળ અને એકની મદદ કરવા હેઠળ ધરપકડ કરાઈ છે.
— આરોપી સાગર સગીરાના કાકાનો મિત્ર છે
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા ત્રણેય આરોપીઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેમાં સાગર નામનો આરોપી સગીરાના કાકાનો મિત્ર હોવાના કારણે સગીરાના ઘરે આવતો જતો હતો. જેથી સાગરની નજર સગીરા પર બગડી હતી અને તેણે કામના બહાને સગીરાને ઘરે બોલાવીને તેના પર દુષ્કર્મ આચાર્યુ હતું. ત્યાર બાદ સાગરના મિત્ર રાજ્ઞેશ ધાનાણીએ સગીરાને ફોન કરીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરીને તેની સાથે ફ્રેન્ડશિપ કરીને સબંધ નહિ રાખે તો સાગરની જાણ ઘરે કરવાનું કહી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતા હતા.
— ટ્યૂશનમાં જતી સગીરાને કારમાં ઉઠાવી ગયા હતા
સગીરા ટ્યુશન જવા નીકળી એટલે આરોપી રાજ્ઞેશ અને ધ્રુવીક કારમાં સગીરાને લઇ ગયા. અને દહેગામ નજીક કારમાં જ રાજ્ઞેશે દુષ્કર્મ આચર્યું. ત્યાર બાદ આ આરોપીઓ વારંવાર સગીરાને મેસેજ કરીને બોલાવીને દુષ્કર્મ આચરતા હતા. જેથી સગીરાએ કંટાળીને પોતાના પરિવારને જાણ કરી હતી. પરિવારજનોએ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી હાથ ધરી હતી. કૃષ્ણ નગર પોલીસે આરોપીના અને સગીરાના મેડિકલ તપાસ કરાવીને તપાસ શરૂ કરી છે. આ આરોપીઓએ અન્ય કોઈ યુવતી સાથે આવું કોઈ કૃત્ય કર્યું હતું કે નહીં તે મુદ્દે પણ પૂછપરછ શરૂ કરી છે.