ગરવીતાકાત,કડી.(તારીખ:૦૨)

કડી તાલુકાના રંગપુરડા અને અચરાસણ ગામ પાસે બે મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાએ ચકચાર જગાવી છે, ત્યારે દુષ્કર્મીઓને ઝડપી લેવા પોલીસની 7 ટીમો કામે લાગી છે. જેમાં અચરાસણની સીમમાં મહિલાને ઓરડીમાં ખાટલા સાથે બાંધી માર મારી દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાએ હવસખોરોની ચુંગાલમાંથી છુટવા માટે કરેલા પ્રતિકારમાં તેના શરીર ઉપર ઉઝરડા પડી ગયા હોઇ સારવાર અપાઇ હતી. પોલીસે બંને પીડિતાઓનું મહેસાણા સિવિલમાં મેડિકલ કરાવ્યું હતું અને તેમણે કરેલા વર્ણન મુજબ પોલીસે બે દુષ્કર્મીઓના સ્કેચ તૈયાર કરી તપાસ લંબાવી છે.

દિવાળી ના તહેવાર દરમિયાન કડીમાં બે દિવસના અંતરાલમાં દુષ્કર્મ ની ઘટી હતી બે ઘટના એક ઘટનામાં પ્રેમી સાથે ફરવા આવેલી યુવતીની કાર ને આંતરીને આચર્યું હતું દુષ્કર્મ બીજી ઘટનામાં અચરાસણ ગામની સીમમાં પતિ સાથે બહાર સુતેલી પરિણીતા ઉપર આચરાયું હતું દુષ્કર્મ બંને ઘટનાની તપાસ માટે મહેસાણા પોલીસની 7 ટીમ તપાસમાં જોતરાઈ ભોગ બનનાર ના નિવેદન આધારે આરોપીઓના સ્કેચ તૈયાર કરાયા ઘટના સ્થળે થી મળેલી ટોપી આધારે કેસ ઉકેલાવાની શકયતા પોલીસ ને આ બંને કેસમાં એક જ આરોપી હોવાનો શક.

પ્રેમી સાથે કારમાં જઇ રહેલી 21 વર્ષની યુવતીને આંતરી રંગપુરડા પાસે તેના પર દુષ્કર્મ ગુજારવાની ઘટનાના 48 કલાકમાં અચરાસણ પાસે શ્રમિક મહિલાને ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટનાએ પંથકને હચમચાવી મૂક્યો છે. ઘટનાના પગલે ડીએસપી મનીષસિંહે સીટની રચના કરી બનાવેલી 7 ટીમો તપાસ કરી રહી છે. ત્યારે અચરાસણવાળી જગ્યાએથી પોલીસને દુષ્કર્મીની મળી આવેલી કેપને આધારે તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, શ્રમિક મહિલાને ઓરડીમાં ખાટલા સાથે બાંધી માર મારી દુષ્કર્મ ગુજારેલું હોઇ તેણીએ કરેલા પ્રતિકાર દરમિયાન પડેલા ઉઝરડા જોઇ પરિવારજનો પર હચમચી ગયા હતા. જ્યારે ભોગ બનનાર 21 વર્ષની અન્ય યુવતીના શરીર પર ઇજાના કોઇ નિશાન ન હોવાનું પણ જાણવા મળ્યું છે.

Contribute Your Support by Sharing this News: