સત્તા સામે પોલીસ પણ લાચાર – નગરપાલીકાના કૌભાંડ પર કોંગ્રેસને ધરણાની મંજુરી નહી, તેમ છતાં 24મીએ પ્રતીક ઉપવાસ !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા નગરપાલીકાના ફાયર વિભાગના ભ્રષ્ટાચારને છુપાવવા સમગ્ર જીલ્લાનુ તંત્ર કવાયત હાથ ધરી રહ્યુ હોય તેમ જણાઈ રહ્યુ છે. કલેક્ટરથી લઈ ડીએસપી સુધીના લોકોને ફાયર વિભાગના કૌભાંડ બાબતે અવગત કરાવ્યા છતાં કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. આ મામલે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનની માંગ પણ કરવામાં આવી હતી. પરંતુ શહેરના પોલીસ તંત્રએ ત્રીજી વેવનુ કારણ આગળ ધરી માંગને નકારી કાઢી હતી. આથી કોંગ્રેસના ભૌતીક ભટ્ટે મંગળવાર 24 તારીખના રોજ તોરણવાળી માતા પાસે પ્રતીક ઉપવાસની જાહેરાત કરી છે. જેને પોલીસ દ્વારા હજુ સુધી મંજુરી આપવામાં નથી આવી .

આ પણ વાંચો – SP મહેસાણાના લોકદરબાર ઉઠ્યા સવાલ : વિપક્ષને પ્રદર્શનો કરતા અટકાવાય છે, ફરીયાદી પાસે પુરાવા માંગવામાં આવે છે !

નગરપાલીકાના ફાયર વિભાગમાં આઉટ સોર્સીંગના કર્મચારીઓ પાસેથી 25-25 હજાર રૂપીયા ઉઘરાવવા મામલો સામે આવ્યો છે. પરંતુ પાલીકા દ્વારા કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 2 કર્મચારીને ટર્મીનેટ કરી મામલાને રફાદફા કરવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે ઉંડાણપુર્વક તપાસની માંગ ઉઠી છે. પરંતુ કલેક્ટરથી લઈ મહેસાણા પોલસને અરજીઓ કરવા છતાં, હજુ સુધી કોઈની વિરૂધ્ધ ગુનો દાખલ નહી થતાં લોકોમાં શંકા પેદા થઈ છે કે, કૌભાંડમાં મોટા માથાઓ ફસાય શકે તેમ હોવાથી નગરપાલીકા તપાસથી ભાગી રહી છે.

આ પણ વાંચો – ફાયર વિભાગમાં કૌભાંડ : ચીફ ઓફીસર કોના હિતો માટે કામ કરી રહ્યા છે, જનતાના કે માત્ર ભારતીય જનતા પાર્ટીના ? હજુ સુધી ફરિયાદ કેમ નહી ?

કોંગ્રેસ દ્વારા શુક્રવાર 20 ઓગસ્ટ ના રોજ કૌભાંડમાં જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહીની માંગ સાથે ધરણા પ્રદર્શનની માંગ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ તંત્ર દ્વારા ત્રીજી વેવનુ કારણ આગળ ધરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ભ્રષ્ટાચાર સામે ધરણાની માંગ ત્યારે કરી હતી જ્યારે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા મહેસાણામાં જન આશીર્વાદ યાત્રા નીકાળી રહ્યા હતા. પોલીસની સત્તા પક્ષ અને વિપક્ષ માટેની બેધારી નીતિ ઉડીને આંખે વળગે તેમ છે.

આ પણ વાંચો –નગરપાલીકાના કૌભાંડમાં સ્થાનિક પોલીસ દ્વારા FIR દાખલ નહી થતાં ACBમાં કોંગ્રેસની રજુઆત, કહ્યુ : ના છુટકે હાઈકોર્ટનો સહારો લેવો પડશે !

મહેસાણા એસપીને કોંગ્રેસના ભૌતીક ભટ્ટ દ્રારા લખાયેલ પત્રમાં તેમના વલણ પર ખેદ પ્રગટ કરાયો છે. જેમાં તેમને એવુ પણ જણાવ્યુ છે કે, નગરપાલીકાના કૌભાંડ મામલે હુ 24 તારીખે પ્રતિક ઉપવાસ પર બેસવા જઈ રહ્યુ છુ. આ દરમ્યાન અમારા તરફથી સોશીયલ ડીસ્ટન્સની સાથે કોરોના ગાઈડ લાઈનનુ પણ ધ્યાન રાખવામાં આવશે.  જેમાં આપ દ્વારા સહયોગ કે ન્યાય ના થઈ શકતો હોય તો અડચણ રૂપ પણ ના બનો તેવી વિનંતી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.