તેજસ્વી-રાહુલની સંયુક્ત રેલી સામે પીએમની ત્રણ રેલીઓ, તેજસ્વીની રેલીમાં ભીડનો ઉત્સાહ

શેર કરવા અહીં ક્લિક કરો.

બીહાર વિધાનસભાની ચુંટણીની તારીખો જેમ જેમ નજીક આવી આવી રહી છે એમ એનડીએ અને યુપીએ ગંઠબંધન તરફથી પ્રચાર જોર શોર થી થઈ રહ્યો છે. બીહારને જીતવા બન્ને તરફથી આકર્ષક વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. જેમાં આરજેડી તરફથી બીહારના યુવાઓને 10 લાખ નોકરીનો વાયદો કરવામાં આવ્યો હતો. આની સામે ભાજપે 19 લાખ નોકરીનો વાયદો કરી પાટલીપુત્ર જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ બીહારની જનતા 19 લાખ કરતા 10 લાખ વાળા ઉપર વધારે વિશ્વાષ મુકી રહી હોય એમ રેલીઓની તસ્વીર ઉપરથી લાગી રહ્યુ છે.

આજે બીહારના નવાદા ખાતે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની સંયુક્ત રેલીનુ યોજાઈ હતી જેમાં ભીડનો ઉત્સાહ જોઈ જે એકતરફી ઈલેક્શનની વાત થઈ રહી હતી એના ઉપર પ્રશ્નાર્થ થઈ રહ્યા છે. બીજી તરફ એનડીએ તરફથી ખુદ નરેન્દ્ર મોદી ભાગલપુર,ગયા અને સાસારામમાં રેલીમાં યોજી હતી.

આ પણ વાંચો –  માત્ર બીહારને ફ્રી વેક્સીન આપી અન્ય રાજ્યોના દર્દીને મરવા છોડી દેવામાં આવશે?

આ ઈલેક્શનમાં પહેલી વાર ભાજપ વિરોધી દળની પીચ ઉપર જઈ રમવુ પડી રહ્યુ છે. અત્યારે સુધીના ઈલેક્શનમાં હમ્મેશા વિપક્ષે ભાજપની પીચ ઉપર રમવુ પડતુ હતુ પરંતુ તેજસ્વી યાદવે પોતાના મુદ્દાથી ભટક્યા વગર તેમની વાત રજુ કરી હોવાથી ભાજપે પણ હવે રોજગારી ની વિકાસની વાત કરવી પડી રહી છે. દેશના કોઈ પણ રાજ્યમાં ઈલેક્શન વખતે જાતીગત પોલીટીક્સની ચર્ચા થતી હોય છે. એમા અગાઉ બીહાર હમ્મેષાથી આગળ રહ્યુ છે. પરંતુ આ ઈલેક્શનમાં જાતી અને ધર્મ જેવા મુદ્દાની ચર્ચા હજુ સુધી નથી થઈ એ અત્યાર સુધીની સારી બાબત રહી છે. જાતી અને ધર્મની ચર્ચા નથી થઈ એનો શ્રેય તેજસ્વી યાદવને મળવો જોઈયે. કેમ કે તેમને વિરોધી દળના આરોપોના જવાબ આપ્યા વગર તેમના મુદ્દા ઉપર ટકી રહ્યા હતા. જેમાં શીક્ષાસ,રોજગાર,સ્વાસ્થ જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા. જેથી ભાજપે પણ જાતી અને ધર્મને મુદ્દો છોડી 19 લાખ રોજગાર અને ફ્રી વેક્સીનને પોતાના ઘોષણાપત્રમાં મુદ્દો બનાવ્યો છે.

ભાજપને જે મુદ્દાઓથી એઝ મળતો હોય છે તેવા મુદ્દા આ ચુંટણીમાં ગાયબ રહ્યા હતા પરંતુ આજે પીએમ નરેન્દ્ર મોદીએ સાસારામ ખાતેની રેલીમાં કલમ 370 ને યાદ કરી જણાવ્યુ હતુ કે જો આરજેડી અને કોન્ગ્રેસ સત્તામાં આવી જશે તો તેઓ કલમ 370 ને ફરીથી રીસ્ટોર કરી દેશે. પરંતુ બીહાર રાજ્યમાં આરજેડી&કોન્ગ્રેસ જીતી જાય તો તેઓ કઈ રીતે 370 ની કલમ લાગુ કરી શકે? જે પાવર તો સંસદ પાસે છે નહી કે બીહાર વિધાનસભા પાસે, એવા સવાલો થઈ રહ્યા છે.

બીજી તરફ તેજસ્વી યાદવ બીહારને કેન્દ્રમાં રાખી સ્થાનીક મુદ્દાને પ્રાધાન્યતા આપી માત્ર નીતીશ કુમાર ઉપર અટેક કરી રહ્યા છે.  તેમની રેલીઓમાં તેઓ રોજગાર,શીક્ષા,અને હેલ્થ અને લોકડાઉનમાં પલાયન મજુરોના મુદ્દાને વળગી રહ્યા છે. આજે તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથેની સંયુક્ત રેલીમાં બીજેપી અને જેડીયુ ઉપર તેમના જુના વાયદાઓને યાદ કરાવતા કહ્યુ હતુ કે તેમને બીહારની બોલી લગાવી હતી એનુ શુ થયુ? કારખાના ક્યા છે? કેટલા લોકોને સરકારી નોકરી આપી? તેજસ્વીએ નીતીશ કુમાર ઉપર અટેક કરતા કહ્યુ હતુ કે બીહારમાં જ્યારે પુર આવ્યુ ત્યારે સેન્ટ્રલની કોઈ ટીમ જોવા પણ નહોતી આવી કે અહિ લોકો ડુબી રહ્યા છે, અને નીતીશ કુમાર તો 144 દિવસ સુધી સીએમ હાઉસમાંથી બહાર નહોતા નીકળ્યા. આટલે સુધી તેજસ્વી ના રોકાતા આગળ કહ્યુ હતુ કે 144 દિવસમાં પણ કોરોના હતો અને અત્યારે પણ છે ત્યારે બહાર ના નિકળ્યા અને હવે વોટ જોઈયે છે એટલે બહાર નીકળ્યા છે. લોકડાઉનમાં ગરીબ લોકોને રાજ્યમાં પણ આવવા નહોતા દીધા આ બધાનો હિસાબ કરવાનો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.