ભારત સહીત આખા વિશ્વમાં કોરોના વેક્સીનની રાહ જોવાઈ રહી છે એવામાં ભારતીય વડાપ્રધાન કોરોના વેક્સીનની તૈયારીની સમીક્ષા કરવા આજે અમદાવાદ ખાતે આવ્યા હતા. નરેન્દ્ર મોદી અમદાવાદના ઝાઈડસ બાયોટેક પાર્કમાં આવેલા ઝાઈડસ-કેડીલા ની વેક્સીન ઝાઈકોવ-ડી ની સમીક્ષા કરવા આવ્યા હતા. જ્યા તેમને પીપીઈ કીટ પહેરી કોવીડ વેક્સીન ઉપર થઈ રહેલી કામગીરીની વીઝીટ કરી હતી.
કોરોનાની વેક્સીન શોધાઈ ગયા બાદ સૌથી પહેલા 30 કરોડ ભારતીયને રસી આપવામાં આવશે. ત્યાર બાદ દરેક નાગરીકને તેની રસી આપવાની યોજના છે. કોરોના વાઈરસની રસીને લઈ સૌપ્રથમ પ્રાથમીકતાના ધોરણે હેલ્થ વર્કર,ફ્રન્ટલાઈન વર્કર અને સીનીયર સીટીજનને રસી આપવાની તૈયારી દર્શાવાઈ છે. કોરોના વાઈરસની રસીના ખરીદદાર તરીકે ભારત સૌ પ્રથમ છે. ભારતે અગાઉથી 60 કરોડ ડોઝના ઓર્ડર કરી રાખ્યો છે.આ સીવાય પણ વધારે ડોઝ મેળવવાની વાતચીત ચાલી રહી છે.
નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે ઝાઈડસ બાયોટેક પાર્ક પાસે પહોંચ્યા ત્યારે તેમને જોવા માટે આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. આ ભીડને જોઈ પીએમે તેમને ધન્યવાદ કર્યુ હતુ.
નરેન્દ્ર મોદીને નીહાળવા અનેક લોકો મોટી સંખ્યામાં ભેગા થતા સોશીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. રાજ્યમાં લગ્ન જેવા પ્રસંગોમાં 100 લોકોને પરવાનગી આપવામાં આવી છે. એવામાં આ તસ્વીરો સામે આવતા કેટલાક લોકો વખોડી સવાલો કરી રહ્યા હતા કે આ ભીડથી સંક્રમણ નહી ફેલાય.