ઇન્ટરનેશનલ ટાઇગર્સ ડે પર શોના હોસ્ટ બેયર ગ્રિલ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપતા પ્રધાનમંત્રી મોદીની સાથે ભારતના વન્ય જીવ સંરક્ષણ માટેના ઉપાયોને લઇને ખાસ શો શૂટ કર્યો. PM મોદીફેમસ શોના પ્રેઝનેન્ટરની સાથે ભારતની વિશાળ પ્રાકૃતિક વિવિધતા અને પ્રકૃતિ સંરક્ષણ ઉપાયો પર પણ ચર્ચા કરતા જોવા મળ્યા.

શોના હોસ્ટ બેયર ગ્રિલ્સે ટ્વીટ કરતા લખ્યુ કે, ”180 દેશના લોકો ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનોખા રૂપથી પરિચિત થશે. PM મોદી જણાવશે કે કેવી રીતે ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે જાગરૂકતા અભિયાન અને ભૌગોલિક પરિવર્તનો માટે કામ થઇ રહ્યુ છે. Man vs Wildમાં મારી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડિસ્કવરી પર 12 ઓગસ્ટના જુઓ.”

સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરેલી વીડિયોમાં પ્રધાનમંત્રી એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બિંદાસ હસતા અને ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. PM શોના ફોર્મેટ અનુસાર, એક સ્પોર્ટ્સ ડ્રેસઅપમાં છે જે ગ્રિલ્સની સાથે નાની હોડીમાં બેસીને નદી પાર કરી રહ્યા છે, જંગલમાં ચઢાઇ કરી રહ્યા છ. શિકાર અને બીજા કામ માટે ગ્રિલ્સે પોતાના શોમાં જંગલનાં રહેલી વસ્તુઓથી સાધન બનાવે છે તેની એક ઝલક પણ વીડિયોમાં જોવા મળી રહી છે.

ઓબામા પણ હતા શોનો ભાગ: તમને જણાવી દઇએ કે, ડિસ્કવરી પર ટેલિકાસ્ટ થનારો આ શો Man vs Wild દુનિયા સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. આ શોમાં દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ આવી ચૂકી છે. આ શોને ઘણી ભાષામાં ડબ કરવામાં આવે છે. ગ્રિલ્સની લોકપ્રિયતા શોને કારણે શોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બરાક ઓબામા પણ હતા. ઓબામા અને ગ્રિલ્સે અલાસ્કન ફ્રન્ટિયર પર ચઢાઇ કરતા શો કર્યો હતો. આ શોમાં પૂર્વ રાષ્ટ્રપતિ ક્લાઇમેટ ચેન્જ અને પ્રાકૃતિક સંસાધનો, વન્ય જીવો અને સંરક્ષણ જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી