1971ના યુદ્ધના શહીદોને PM મોદીએ વોર મેમોરીયલ જઈને શ્રદ્ધાંજલી પાઠાવી, રાહુલ ગાંધીએ પણ ઈંદીરાને યાદ કર્યા !

શેર કરવા અહીં ક્લિક કરો.

વર્ષ1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છેડાયેલી હતી. 3 ડિસેમ્બરે યુદ્ધની જાહેરાત થઈ અને 13 દિવસમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ. આ ઐતિહાસિક જીતના ઉપલક્ષ્યમાં દર વર્ષે 16 ડિસેમ્બર વિજય દિવસ તરીકે ઉજવાય છે. આ જીત ઐતિહાસિક છે કારણ કે તેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું. વિજય દિવસ 2021પાકિસ્તાન પર ભારતની જીતની 50મી વર્ષગાંઠની ઉજવણી છે. આ અવસરે પીએમ મોદી આજે નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિજય દિવસના અવસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતાં અને અહીં સ્વર્ણિમ વિજય મશાલના સન્માન સમારોહમાં પીએમ મોદીએ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી.

દરમ્યાન રાહુલ ગાંધીએ પણ 1971ના યુધ્ધને યાદ કરતા ટ્વીટ કરી શહીદો અને દિગ્ગજ લીડરશીપને પણ યાદ કરી હતી. જેમાં તેમને કહ્યુ હતુ કે ભારતના પુર્વ વડાપ્રધાન ઈંદીરા ગાંધીના કુશળ નેતૃત્વમાં લોકતંત્રના વિચારને બચાવવા માટે યુદ્ધ જીતવામાં આવ્યુ હતુ.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.