નવા સંસદ ભવનના નિર્માણનો શિલાન્યાસ આજે પૂર્ણ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કાર્યક્રમમાં ભૂમિપૂજન કર્યું હતું. ઇન્ડિયા ગેટ નજીક સેન્ટ્રલ વિસ્ટા પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ નવી ઇમારતનો આ કાર્યક્રમ પ્રતીકાત્મક રૂપે શિલાન્યાસ કરાયો હતો, પરંતુ તેનું નિર્માણનુ કામ હજી શરૂ નહી કરવામાં આવે કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી યાચીકા દાખલ થઈ છે.
નવા સંસદ ભવનનો શિલાન્યાસ ગુરુવારે કરવામાં આવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે સર્વધર્મની પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય પ્રધાનો અને વરિષ્ઠ ઉદ્યોગપતિ રતન ટાટા પણ હાજર હતા. સંસદનું આ નવું મકાન 20,000 કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના 13.4 કિલોમીટર રાજપથ પર સરકારી ઇમારતોના નિર્માણનું પુનર્નિર્માણ અથવા પુનર્ઉદ્દાર થવાનું છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામી રહેલી આ ચાર માળની ઇમારત 64,500 વર્ગ મીટરમાં ફેલી હશે, જેને બનાવવાનો કુલ ખર્ચ 971 કરોડ થશે. સંભાવના છે કે, ઈમારતનુ નિર્માણ ઓગસ્ટ 2022 સુધી પુરૂ થઈ જશે.