સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 29 – રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે વરસાદની સ્થિતિને લઈનેપીએમ મોદીએ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે.

જાણો શું ચર્ચા થઈ PM અને CM વચ્ચે
વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વચ્ચે થયેલ ચર્ચા મામલે મુખ્યમંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું, અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.


