ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં “PM કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાશે…

July 31, 2025

-> જિલ્લા કક્ષાનો “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે યોજાશે :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે PM Kisan યોજના અંતર્ગત તા. 02/08/2025 ના રોજ વારાણસી, ઉતર પ્રદેશ ખાતે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં PM કિસાન સન્માન યોજનાનો 20મો હપ્તો રીલીઝ કરવા માટે “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

A survey will be conducted on the damage caused to agriculture due to rains  in Mehsana district | સર્વે કામગીરી શરૂ: મહેસાણા જિલ્લામાં થયેલા વરસાદના  કારણે ખેતીમાં થયેલા નુકસાન અંગે ...

જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાનો “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને એમ.બી.એ., ઓડીટોરીયમ હોલ, ગણપત યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ખેરવા, મહેસાણા ખાતે યોજાશે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી  હતી. -

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ (Live Telecast) દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવનાર છે. રાજ્યમાં કાર્યક્રમના ભાગરૂપે “ પી.એમ. કિસાન ઉત્સવ દિવસ “નું આયોજન રાજયના તમામ જિલ્લા/તાલુકા/ગ્રામ પંચાયત કક્ષાએ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ખાતે આયોજીત થનાર છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0