વડાપ્રધાને સોમનાથમાં અતિથિગૃહનું લોકાર્પણ કર્યું મંદિરની નજીક સર્કિટ હાઉસ બનતા અનેક લોકોને લાભ મળશે :વડાપ્રધાન મોદી

શેર કરવા અહીં ક્લિક કરો.

સોમનાથમાં ૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથમાં નવા સર્કિટ હાઉસના ઉદ્‌ઘાટન સમયે સંબોધનની શરૂઆત ‘જય સોમનાથ’થી કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(ન્યુઝ એજન્સી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમના ઉદ્‌ઘાટન પ્રસંગે કહ્યું હતું કે, ‘ભગવાન સોમનાથની આરાધાનામાં આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ભગવાન સોમનાથની કૃપા અવતીરણ હોય છે. હું આ વિકાસ કાર્યને દાદાની કૃપા માનું છું. થોડા સમય પહેલા અહીં અનેક વિવિધ વિકાસ કામના લોકાર્પણ થયા હતા. મંદિરની નજીક સર્કિટ હાઉસ બનતા અનેક લોકોને લાભ મળશે. જે સંજાેગોમાં સોમનાથ મંદિરનો નાશ થયો હતો અને જે સંજાેગોમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો તે બંનેમાં આપણા માટે મોટો સંદેશ છે.

તેમણે વધુમાં કહ્યુ કે, ‘સોમનાથ મંદિર ટ્રસ્ટે જે રીતે કોરોના કાળમાં યાત્રિકોની કાળજી લીધી, સમાજની જવાબદારી નિભાવી, તેમાં ‘જીવ જ શિવ છે’નો વિચાર દેખાય છે.’તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ‘યાત્રાળુઓને સર્કિટહાઉસમાંથી સમુદ્ર કિનારો અને સોમનાથ મંદિરના દર્શન પણ થશે. આવનાર સમયમાં સોમનાથ એક ટુરિસ્ટ પોઇન્ટ બની જશે. આ સાથે જ સરકારને સોમનાથ વિકાસ મામલે અભિનંદન પાઠવ્યા છે. સર્કિટ હાઉસ બનતા સુવિધાઓ વધશે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, ‘મારા માટે વોકલ ફોર લોકલમાં પ્રવાસન પણ આવે છે. તેમણે તે પણ જણાવ્યુ કે, વિદેશ જવાનું પ્લાનિંગ કરતા પહેલા પરિવારમાં નક્કી કરો કે, પહેલા તમે ભારતના ૧૫-૨૦ પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશો. જાે દેશને સમૃદ્ધ બનાવવો હોય તો આ માર્ગ પર ચાલવું પડશે.’નોંધનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જાેડાયા હતાં. જ્યારે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સોમનાથ ખાતે સમુદ્ર દર્શન વોક-વે પર ૫૦ હોડીમાં મશાલ સાથે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.