છેલ્લા 6 વર્ષમા કરેલા વાયદા પીએમ ભુલ્યા નહી હોય,પીએમની રેલી મુદ્દે તેજસ્વીના સવાલો

શેર કરવા અહીં ક્લિક કરો.

પી.એમ. મોદી બીહાર વિધાનસભા ઈલેક્શનમાં પ્રચાર માટે સહરસા અને ફારબીસગંજ ખાતે પહોચ્યા છે. ત્યારે બીહાર યંગેસ્ટ નેતા પ્રતીપક્ષ તેજસ્વી યાદવે તેમની ઉપર સ્પેશયલ રાજ્યના દરજ્જા, લોકડાઉનમાં પલાયન થયેલા મજુરો અને પ્રાઈવેટાઈશન, અને સરકારી નોકરીના મુદ્દે સવાલો કર્યા હતા. 

તેજસ્વી યાદવે પી.એમ. મોદીને ફરિથી બીહારમાં પ્રચારમાટે આવવા બદલ અભિનંદન પાઠવતા ખુલ્લા પત્રમાં કહ્યુ હતુ કે તમે જ્યારે 2015 ના વિધાનસભા ઈલેક્શન સમયે બિહાર આવ્યા હતા ત્યારે બીહારને વિશેષ રાજ્યનો દરજ્જો અને પેકેજ આપવાની વાત કરી હતી. એ પેકેજ અને સ્પેશયલ રાજ્યનો દરજ્જો ક્યા છે? ક્યા સુધી નીયમોના બહાના બતાવી વિશેષ રાજ્યના દરજ્જાને પાછળ ધકેલતા રહેશો? બિહાર તમને 40 માંથી 39 સાંસંદો ચુંટીને આપતુ હોય તો પણ તમે તમારા વાયદા પુરા કરી શકતા નથી. તેમને વધુમાં ઉમેર્યુ હતુ કે પટણા યુુનીવર્સીટીને કેન્દ્રીય યુનીવર્સીટીનો દરજ્જો હજુ સુધી કેમ આપવામાં નથી આવ્યો ? 

 તેજસ્વી યાદવના ખુલ્લા પત્રમાં લખ્યુ છે કે તમે જે નીતી આયોગના અધ્યક્ષ છો એના બધા સુંચકઆંકમાં બીહાર ફીસડ્ડી છે. તો શુ કેન્દ્ર સરકારની જવાબદારી નથી કે બીહારને આ પછાતપણામાંથી બહાર નીકાળે? ક્યા સુધી બીહાર સાથે આ પારકા જેવો વ્યવહાર જારી રાખશો? પઢાઈ,કમાઈ,દવાઈ  જેવા મુદ્દે બીહારવાસી ક્યા સુધી પલાયન કરતા રહેશે? 

આ પણ વાંચો – તેજસ્વી-રાહુલની સંયુક્ત રેલી સામે પીએમની ત્રણ રેલીઓ, તેજસ્વીની રેલીમાં ભીડનો ઉત્સાહ

લોકડાઉન દરમ્યાન આપણે જે મજુરોની માર્મીક તસ્વીરો જોઈ એ આપણી ક્રુરતા અને સંવેદનહીનતા જ નહી પણ આપણા સભ્ય સમાજ હોવા ઉપર પણ પ્રશ્નાર્થ ચીન્હ પ્રશ્નાર્થ ચીન્હ હતો આ બધા માટે જવાબદાર કોણ હતુ? એમ પણ તેજસ્વી યાદવે પી.એમ. ઉપર હુમલો કરતા કહ્યુ હતુ. લોકડાઉનમાં મજુર લોકો, વિધાર્થીઓની ઘરે પાછા લાવવા માટે સ્પેશયલ ટ્રેન કેમ નહોતી ચલાવી. જેવી રીતે ગરીબ મજુરો પાસેથી ક્રુરતા પુર્વક ભાડા વસુલ કરવામાં આવ્યા તે માત્ર શર્મનાક નહી પણ નીંદનીય પણ હતુ. જેવી રીતેે ઉધોગપતીઓના અરબો રૂપીયા માફ કરવામાં આવ્યા હતા તેની સામે મજુરોનો ફ્રીમાં પોતાના ઘર સુધી પહોંચાડવાના પૈસા સરકાર પાસે નહતા? 

તેજસ્વી યાદવે ભાજપના ફ્રી કોરોના વેક્સીનના વાયદાને પણ સંવેદનહીન જણાવતા કહ્યુ  છે કે અત્યારે ભાજપ ક્યા પંહોચી ગઈ છે જ્યા માણસનુ જીવન એ વાત ઉપર નિર્ભર કરવા લાગ્યુ છે કે તે ક્યા વોટ કરે છે. આમ બેરોજગારીના દર જેવા મુદ્દા ઉપર પીએમને ઘેરતા તેજસ્વીએ અનેક મુદ્દાથી ભટક્યા વગર સવાલો કર્યા છે. 

મુખ્યમંત્રી,મંત્રી,ધારાસભ્યોના પગાર કારી સરકારી કર્મચારીને પગાર ચુકવવામાં આવશે

nokri sanwad -tejshwi yadav

ગઈ કાલે તેજસ્વી યાદવે સોસીયલ મીડીયામાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે અમારા વિરોધી 10 લાખ નોકરી મુદ્દે પૈસા ક્યાથી આવશે એના ઉપર સવાલો કરી રહ્યા છે પરંતુ અમે તેમને જણાવાવા માંગીયે છીયે કે બીહારનુૂ બજેટ ઈનફ છે છતા પણ જો પૈસા ખુટે તો અમે મુખ્યમંત્રી,મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાઁંથી સરકારી કર્મચારીઓને પગાર આપવાનુ કામ કરશુ. 

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.