◊ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૨)◊

મોરવાડા પ્રાથમિક સેન્ટર શાળા માં 150મી ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત ના સૂત્રો સાથે મોરવાડા પ્રાથમિક સેન્ટર શાળાના બાળકોએ મોરવાડા ગામમાં રેલી નું આયોજન કરેલ તેમજ સ્વચ્છતા અને પ્લાસ્ટિક નો કચરો વીણીને સ્વચ્છતા અભિયાન ના ગામલોકો પાલન કરે તેમજ શાળાના શિક્ષકોએ પણ સ્વચ્છતા અભિયાન માં ભાગ લીધો હતો તેમાં તાલુકા વિકાસ અધિકારી સરપંચ શ્રી ગામના આગેવાનો ગામને સ્વચ્છ બનાવવા સંકલ્પ કર્યો હતો ક્યારે તાલુકા વિકાસ અધિકારી મોરવાડા ગામ ની મુલાકાતે આવેલ અને ગામના ચોરા થી પ્રાથમિક શાળા સુધી સ્વચ્છતા કરી હતી તેમજ બાળકો અને ગામના આગેવાનો પાસે પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાનું સંકલ્પ કરાવ્યો હતો.
તસ્વીર અહેવાલ નવીન ચૌધરી સુઇગામ
Contribute Your Support by Sharing this News: