ગરવી તાકાત,દિલ્લી
આઈ.સી.એમ.આર. ના એક અધ્યયનમાં આ જાણવા મળ્યુ છે કે,પ્લાજ્મા થેરાપી કોરાના સંક્રમણ ના ગંભીર દર્દીઓના ઈલાજ માટે અને મ્રુત્યુ દર ઓછુ કરવામાં કોઈ ખાસ કામ નથી કરી રહી. કોવીડ – 19 ના દર્દીઓ ઉપર પ્લાજ્મા થેરાપીના પ્રભાવની ખબર જાણવા માટે 22 એપ્રીલ થી 14 જુલાઈ ની વચ્ચે 39 પ્રાઈવેટ અને સરકારી હોસ્પીટલમાં ફેઝ – 2 , મલ્ટીસેન્ટર રૈંડમાઈન્ડ કન્ટ્રોલ ટ્રાયલ કરવામાં આવ્યો હતો.
પ્લાઝમા થેરાપીમાં કોવીડ -19 ના સંક્રમણથી સાજા થયેલા વ્યક્તિના લોહીમાં એન્ટીબોડી ડોઝ લઈને એેને કોવીડ – 19 ના સંક્રમીત દર્દીમાં ચડાવાય છે. જેથી એના શરીરમાં સંક્રમણથી લડવા માટે રોગ પ્રતીકારક ક્ષમતા ને વધારી શકાય.આ સ્ટડી માટે કુલ 1210 દર્દીઓનુ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતુ જેમાંથી કુલ 464 દર્દીઓને સામીલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – ભાવનગરમાં કોરોનાના 42 નવા કેસ ઉમેરાતા આંકડો 3183 એ પહોચ્યો
આ સ્ટડી દરમિયાન, 229 દર્દીઓને કોવિડ -19 બેસ્ટ સ્ટાન્ડર્ડ કેર અને 235 દર્દીઓને પ્લાઝ્મા થેરાપી સાથે બીએસસી આપવામાં આવી હતી. કોરોના દર્દીઓને 24 કલાકના અંતરાલમાં 200 એમએલ કન્વલેસન્ટ પ્લાઝ્મા ની બે ડોઝ આપવામાં આવતી હતી. રિપોર્ટ અનુસાર, પ્લાઝ્મા થેરાપીવાળા 235 દર્દીઓમાંથી 34 (13.6%) અને ધોરણસર સારવાર લેતા 229 દર્દીઓમાંથી 31 (14.6%) આ સમયગાળા દરમિયાન મૃત્યુ પામ્યા હતા
કોરોના થેરાપી મેળવતા દર્દીઓમાં સાતમા દિવસે શ્વાસ અને થાકની સમસ્યાઓમાં વધારો થયો છે, જ્યારે તાવ અને ઉધરસની સમસ્યા બંને દર્દીઓમાં સમાન હતી. અધ્યયનમાં જણાવાયું છે કે, “કોવિડ -19 ના ગંભીર દર્દીઓની મૃત્યુદર ઘટાડવામાં અને સારવાર કરવામાં પ્લાઝમાં થેરાપી કઈ ખાસ અસરકારક નથી.”