ગરવુઇતકત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા ખાતે આજ રોજ એ આર.ટી.ઓ. ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા ના ઉપક્રમે વૃક્ષ ઉછેર કાર્યક્રમ યોજવામાં માં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લા કલેટર સાહેબ શ્રી એમ નાગરાજન એ હાજરી આપી.

તેમજ જિલ્લા એસ.પી. મયુર પાટીલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા ગાયત્રી પરિવાર ના સૌ મહાનુભાવો સહ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસાના ઉપક્રમે વૃક્ષ ઉછેર કાર્યક્રમમાં વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત મરડીયા પ્રાથમિક શાળા તા.મોડાસામાં યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ  વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી