પીપળી સરપંચ સાથે વડાપ્રધાન દ્વારા સંબોધન કરાતા ગામવાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો
પાલનપુર તાલુકાના પીપળી ગામે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી લોકો સાથે જોડાયા હતા. જળ સંચય મિશન અંતર્ગત હર ઘર નળ યોજના ઘર ઘર સુધી પહોંચે અને લોકો વિવેકપૂર્ણ પાણીનો ઉપયોગ કરે તે માટે વડાપ્રધાને લોકોને સમજૂતી આપી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે આજે વડાપ્રધાન મોદી ગ્રામીણ વિસ્તા રના લોકો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. પૂજ્ય બાપુની ગ્રામ સ્વરાજની સંકલ્પના વધુ સાર્થક થાય તે માટે ગ્રામીણ વિસ્તારોમાં ગામ વિકાસના કામો વધુ સારી રીતે થયા છે તેવા દેશના અલગ-અલગ રાજ્યનાં ગામો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને સંવાદ કર્યો હતો. જેમાં ગુજરાતમાંથી પાલનપુર તાલુકાના ગામની પીંપળી ગામની પસંદગી કરવામાં આવી હતી. પીપળી ગામમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત હર ઘર નળની યોજના પીંપળી ગામમાં સાર્થક થઈ છે. ગામમાં 750 ઘરમાં નળ કનેકશન જોડવામાં આવ્યા છે. 17 લાખના ખર્ચે પાણીનો સંપ અને ઘર ઘર સુધી નળ ની યોજના પોહચતા ગામની મહિલાઓથી લઈ ગ્રામવાસીઓમાં ખુશી જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પીંપળી ગામના લોકો સાથે સંવાદ કરવાના હતા ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર થી લઇ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે જળ શક્તિ મિશન અંતર્ગત પીપળી ગામે જે કામ કર્યું છે તેની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઇ છે. જેથી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને સંવાદ કર્યો. વડાપ્રધાનના સંવાદ ના કારણે લોકોમાં આનંદ છવાયો છે. જ્યારે વડાપ્રધાન સાથે સંવાદ કરનાર રમેશ પટેલે પણ ખુશી વ્યક્ત કરી હતી કે તેમના ગામના કામની નોંધ વડાપ્રધાનશ્રીએ કરી અને આજે તેમની સાથે સંવાદ કરવાનું મોકો મળ્યો.