ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ફીર એક બાર ભાજપ સરકાર કે કોંગ્રેસની આંધી જુઓ ફલોદી સટ્ટાબજારનો આકલન

May 22, 2024

રાજસ્થાનના જોધપુર ડિવીઝનમાં ફલોદી જિલ્લાથી આ બજાર ઓપરેટ થાય છે

જાણીતા ફલોદી સટ્ટા બજારે લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કા બાદ ભાજપની જીતની ભવિષ્યવાણી કરી

આ બજારની ભવિષ્યવાણી સાચી પડતી રહી છે. તેથી દેશ દુનિયાના લોકો તેના પર નજર ટકાવી બેઠા હોય છે

ગરવી તાકાત, તા. 22 – દેશમાં લોકસભા ચૂંટણી 2024 માટે પાંચ તબક્કામાં મતદાન થઈ ગયું છે. ચૂંટણી પ્રચારમાં લાગેલી રાજકીય પાર્ટીઓ પોત-પોતાની જીતના દાવાઓ કરી રહી છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી 400 સીટ જીતવાનો દાવો કરી રહી છે. હવે તેના આ દાવાને ફલોદી સટ્ટા બજારનો સાથ મળ્યો છે. જાણીતા ફલોદી સટ્ટા બજારે લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કા બાદ ભાજપની જીતની ભવિષ્યવાણી કરી છે. આ બજારની ભવિષ્યવાણી સાચી પડતી રહી છે. તેથી દેશ દુનિયાના લોકો તેના પર નજર ટકાવી બેઠા હોય છે.

Phalodi Satta Bazar: સટોડિયાઓએ આપી ભાજપને ચોંકાવનારી બેઠક, ગુજરાતનું પણ  વાંચો ચિત્ર | Sandesh

ભાજપ-કોંગ્રેસને કેટલી સીટો?
ફલોદી સટ્ટા બજારના તાજેતરના દાવા અનુસાર ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં 290-300 સીટો મળી શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ખાતામાં 303 સીટો આવી હતી. એનડીએ ગઠબંધન માટે સટ્ટા બજારે 329થી 332 સીટોની ભવિષ્યવાણી કરી છે. 2019માં ગઠબંધને 352 સીટો જીતી હતી. આ સિવાય ફલોદી સટ્ટા બજારે કોંગ્રેસના ખાતામાં 60-63 સીટો આવવાનો દાવો કર્યો છે. 2019માં પાર્ટીએ 52 સીટ જીતી હતી. ફલોદી સટ્ટા બજારે કોંગ્રેસની સીટો વધવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

શું છે ફલોદી સટ્ટા બજાર?
ભારતનું ફલોદી સટ્ટા બજાર પોતાની ભવિષ્યવાણી માટે ખુબ જાણીતું છે. રાજસ્થાનના જોધપુર ડિવીઝનમાં ફલોદી જિલ્લાથી આ બજાર ઓપરેટ થાય છે. તેને સટ્ટાબાજીની નગરી પણ કહેવામાં આવી છે. આ ગામના લોકો નાની-નાની વાતમાં શરત લગાવતા હોય છે. અહીંના લોકો હાર-જીત, વરસાદ, પાક જેવી વાતો પર શરત લગાવે છે. આ લોકો અપ્રમાણિકતાના ધંધામાં ઈમાનદારી જરૂરી છેનો નિયમ લઈને ચાલે છે. હવે અહીંના લોકો દેશ સિવાય વિદેશોમાં પણ ફેલાય ગયા છે અને મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી જોડાઈ સટ્ટો રમે છે.

ભાજપ માટે ફલોદી સટ્ટા બજારનું રાજ્યવાર અનુમાન

ગુજરાત- 26 સીટો
મધ્ય પ્રદેશમાં 27-29 સીટો
રાજસ્થાનમાં 18-20 સીટો
ઓડિશામાં 11-12 સીટો
પંજાબમાં 2-3 સીટો
તેલંગણામાં 5-6 સીટો
હિમાચલમાં 4 સીટો
પશ્ચિમ બંગાળમાં 20-22 સીટો
છત્તીસગઢમાં 10-11 સીટો
ઉત્તરાખંડમાં 5 સીટો
દિલ્હીમાં 6-7 સીટો
હરિયાણામાં 5-6 સીટો
ઉત્તર પ્રદેશમાં 64-65 સીટો
ઝારખંડમાં 10-11 સીટો
તમિલનાડુમાં 3-4 સીટો

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
4:02 pm, Oct 22, 2024
temperature icon 35°C
clear sky
Humidity 33 %
Pressure 1009 mb
Wind 5 mph
Wind Gust Wind Gust: 5 mph
Clouds Clouds: 1%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:40 am
Sunset Sunset: 6:08 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0