ગઈકાલના શેર માર્કેટ ઉપર ધ્યાન આપવામાં આવે તો ફાર્માસ્યુટેકલ કંપનીઓના શેરોમાં મજબુતી જોવા મળી રહી છે.ઈડ આર્કોલેબ રૂ.૪૪.૮૦ ઉછળીને રૂ.૬૧૩.૦૫, સોલારા એક્ટિવ રૂ.૬૯.૬૦ વધીને રૂ.૯૮૧.૬૫, લૌરસ લેબ્સ રૂ.૬૯.૩૫ વધીને રૂ.૧૧૪૧.૯૫, સનોફી ઈન્ડિયા રૂ.૩૮૮.૫૦ વધીને રૂ.૮૮૦૨.૪૫,  જયુબિલન્ટ લાઈફ રૂ.૩૫ વધીને રૂ.૮૨૭.૮૫, સન ફાર્મા રૂ.૧૦.૪૫ વધીને રૂ.૫૩૨.૭૦, એલેમ્બિક ફાર્મા રૂ.૧૮.૮૦ વધીને રૂ.૯૯૯.૬૫,  રહ્યા હતા. 

૪૧ અબજ ડોલરનો દેશનો ફાર્મા ઉદ્યોગ વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા મોટા  ક્રમે છે. મૂલ્યની દ્રષ્ટિએ ભારતના ફાર્મો ઉદ્યોગનો ક્રમ વિશ્વમાં ૧૩મું છે. ગ્લોબલ લાઈફ સાયન્સ ઉદ્યોગમાં ભારત મહત્વનું ઘટક છે.અમેરિકાની જેનેરિક માગના ૪૦ ટકા પૂરવઠો ભારતમાંથી થાય છે. અમેરિકામાં ભારતની જેનેરિક દવાઓના પૂરવઠામાં વધારો થઈ રહ્યો છે. યુકેમાં પણ ભારત દવાનો ૨૫ ટકા પૂરવઠો પૂરો પાડે છે. 

આ પણ વાંચો – દાંતા: મુમનવાસ પાણીયારી આશ્રમ પાસે વહેતા ધોધમાં નહાવા પડેલ યુવાન પાણીમાં ડૂબ્યો

ભારત તેના એકટિવ ફાર્મા ઈનગ્રિડિયન્ટસની આવશ્યકતામાંથી ૭૦ ટકાની આયાત કરે છે. સરકાર આરોગ્યસંભાળ ક્ષેત્ર પાછળ ખર્ચમાં વધારો કરવા ઈરાદો ધરાવે છે. ૨૦૨૫ સુધીમાં જાહેર આરોગ્ય સુવિધા પાછળ જીડીપીના ૨.૫૦ ટકા ખર્ચ કરવા પણ સરકારની યોજના છે.ભારતનો ફાર્મા ઉદ્યોગ તેના કાચા માલ માટે વિદેશ ખાસ કરીને ચીન પર આધાર રાખતો હોવાનું ધ્યાનમાં રાખી સરકારનું આ ફન્ડ મળી રહ્યુ છે.

વિદેશની જેનેરિક દવાના ઉત્પાદનમાં ભારતની કંપનીઓ આગળ પડતી ભૂમિકા ભજવે છે અને વૈશ્વીક માંગમાં 50 ટકા ભારત પુરૂ પાડે છે. આમ છતા ફાર્માસુટેકલ કંપનીઓને વધુ મજબુત બનાવવની માંગ દેશમાં ઉઠી રહી છે. ઉત્પાદન ક્ષેત્રે સલામતિના નવા પગલાં દેશ-વિદેશના ગ્રાહકોમાં ભારતની ઔષધો પ્રત્યે વિશ્વાસ વધારી રહી છે. 

Contribute Your Support by Sharing this News: