મહેસાણા એસઓજીની ટીમે નાગલપુર ખાતે એક કોમ્પ્લેક્સમાંથી શખ્સની અટકાયત કરી
આર.ટી.ઓ એચ.એસ.આર.પીવાળી નંબર પ્લેટોને મળતી ભરતી નંબર પ્લેટો સાથે એક ઇસમને ઝડપી પાડ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – મહેસાણા એસઓજીની ટીમે આર.ટી.ઓ લાયસન્સ તેમજ એચ.એસ.આર.પી કંપની તરફથી નંબર પ્લેટો બનાવવા બાબતે ઓથોરાઇઝ કરેલ ન હોય તેવા ઇસમને વાહનોની આર.ટી.ઓ એચ.એસ.આર.પીવાળી નંબર પ્લેટોને મળતી ભરતી કુલ 79 નંબર પ્લેટો સાથે એક ઇસમને ઝડપી પાડ્યોં હતો.
મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા તત્વો તેમજ નાસતા ફરતા તત્વોને ઝડપી પાડવા મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ એન.એ.દેસાઇના નેતૃત્વ હેઠળ એસઓજી પીએસઆઇ એમ.એ.જોષી, પીએસઆઇ વી.એ.સિસોદીયા, એહેકો. દિલીપકુમાર, હિતેન્દ્રસિંહ, વિજયકુમાર, જીતેન્દ્રકુમાર, પોકો સંજયકુમાર, ધરમસિંહ, વિશ્વનાથસિંહ, દિગ્વિજયસિંહ, મહાવીરસિંહ તથા આશારામ સહિતનો એસઓજી સ્ટાફ મહેસાણા શહેર બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ટીમો બનાવી કામગીરીમાં હતા
તે દરમિયાન મોઢેરા સર્કલ તરફ આવતાં એહેકો. વિજયકુમાર તથા સંજયકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, પઠાણ ઇમામખા ભીખના રહે. સોપાન હોમ્સ, નાગલપુર મહેસાણાવાળો નાગલપુર ખાતે આવેલ પ્રમુખ એન્કલવ માર્કેટના પ્રથમ માળે ગેલેક્સી આર્ટ નામની દુકાનમાં વાહનોની રજીસ્ટ્રેશન આરટીઓ એચએસઆરપી વાળી નંબર પ્લેટોને મળતી ભરતી નંબર પ્લેટો બનાવીને તેનું વેચાણ કરે છે.
જે નંબર પ્લેટો હોલોગ્રામ તથા અંગ્રેજીમાં IND લખેલ હોવાનું એસઓજીની ટીમની તપાસમાં ખુલ્યું હતું. ઝડપાયેલ ઇસમ દ્વારા આરટીઓના ધારાધોરણ મુજબ કોઇ લાયસન્સ પરવાનો ન હોય તેમજ એચએસઆરપી કંપની તરફથી નંબર પ્લેટો બનાવવા બાબતે ઓથોરાઇઝ કરેલ ન હોય તપાસ દરમિયાન દુકાનમાંથી ગેરકાયદેસર 79 નંબર પ્લેટો કબજે કરી ઇસમને ઝડપી પાડી બી. ડિવિઝન પોલીસને સોપ્યોં હતો.