સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા Perio RAPID નું આયોજન કરાયું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતની વિવિધ ડેન્ટલ કોલેજોના 125 પ્રતિનિધિઓએ કાર્યક્રમ માટે નોંધણી કરાવી

23 થી 26 એપ્રિલ પેરિયોડોન્ટોલોજી વિભાગ, નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા Perio RAPID નું આયોજન કરાયું

ગરવી તાકાત, વિસનગર તા. 29 – 23 થી 26 એપ્રિલ 2024 ના રોજ પેરિયોડોન્ટોલોજી વિભાગ, નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા Perio RAPID (Clinical Skill Enhancement Program) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ 4 દિવસીય કાર્યક્રમની થીમ “પેરીયો ડોન્ટિક્સ અને ઈમ્પ્લાન્ટ ડેન્ટીસ્ટ્રીમાં તાજેતરની પ્રગતિ” હતી. ગુજરાતની વિવિધ ડેન્ટલ કોલેજોના 125 પ્રતિનિધિઓએ કાર્યક્રમ માટે નોંધણી કરાવી છે.

Sankalchand Patel University – Sankalchand Patel University

ઉદઘાટન સમારોહમાં શ્રી પ્રકાશ પટેલ, પ્રમુખ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને ડૉ. પી.એમ. ઉદાણી, પ્રોવોસ્ટ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એ તમામ સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા અને વ્યાવસાયિક પ્રગતિ માટે આવા કાર્યક્રમોનો ભાગ બનવા પ્રોત્સાહિત કર્યા. ડો. વિલાસ પટેલ, ડીન, નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એ આ કાર્યક્રમનું સંચાલન કરવા માટે તેમનો સંપૂર્ણ સહયોગ આપ્યો અને તમામ પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા.

ડો. ક્રિષ્નન સરૈયાએ તેમની ઉપસ્થિતિ સાથે આ પ્રસંગને બિરદાવ્યો હતો. આ કાર્યક્રમ ઓર્ગેનાઈઝીંગ ચેર પર્સન, એચઓડી, પેરિયોડોન્ટોલોજી વિભાગ, ડો. હિરલ પરીખના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યો હતો. ડો. શિલ્પા દુસેજા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી અને ડો. જલ્પા પટેલ, સાયન્ટિફિક કમિટી, ડો. પ્રિયા પટેલ, ટ્રેઝરર અને ડો. જ્હાન્વી ચાવડા, રજીસ્ટ્રેશન કમિટીના પ્રયાસોથી આ કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. વક્તા ડો. ક્રિષ્નન સરૈયા, ડો. સુરેશ લુધવાણી અને ડો. રશ્મિ હેગડે દ્વારા 4/6 ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ, ઇમ્પ્રેશન ટેક્નિક્સ, Guided ઇમ્પ્લાન્ટોલોજી અને ફંડામેન્ટલ્સ ડિજિટલ રેડિયોલોજી આધારિત ખ્યાલો પર પ્રવચનો અને પ્રદર્શનનું સંચાલન કરવામાં આવ્યું હતું.

Guided ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટની તૈયારી તમામ પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સાયન્ટિફિક પેપર પ્રેઝન્ટેશન અને સાયન્ટિફિક પોસ્ટર પ્રેઝન્ટેશન ફેકલ્ટી મેમ્બર્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. એકંદરે તમામ વક્તાઓએ અને સહભાગીઓ દ્વારા કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.