— નાના નાના બાળકોને 2 થી 3 કિલોમીટર ચાલીને કાદવ કીચડ માં શાળાએ ભણવા જવું પડે છે?? :
ગરવી તાકાત સરસ્વતી પાટણ : ગુજરાત સરકાર દ્વારા જૂના રોડ રસ્તાનું નવિનીકરણ કરીને નવા માર્ગ બનાવી ને
એકબીજા ગામોને જોડવા માટે ની વિકાસ યાત્રા ની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.પરંતુ હજુ પણ એવા ગામડાં છે કે જ્યાં કાચા ધુળીયા રસ્તાઓ આજે પણ જોવા મળી રહ્યા છે.હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આ ધુળીયા રસ્તા લોકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યા છે.તો આવો જે એક ધૂળિયો રસ્તો લોધી ગામ થી મોટા વેલોડા આ બંને ગામને જોડતો બે કિલોમીટર નો કાચો ધૂળિયો માર્ગ છે.

આ રસ્તાનું નવિનીકરણ કરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે.પરંતુ રસ્તાનો કોઈ નિકાલ થયો નથી અને આજુબાજુ બંને ગામના લોકો ખેતરમાં રહેણાંક કરીને રહે છે.તો આ વિસ્તારના બાળકોને પણ સં
ખ્યા વધુ હોય શાળાએ જવામાં પણ બહુ મોટી તકલીફ પડી રહી છે.

નાના બાળકોને શાળાએ જવા માટે પણ આ ટ્રેક્ટર તેમ જ મોટા સાધન નો સહારો લઈને જવું પડે છે કાદવ-કીચડ વાળો રસ્તો હોય નાના બાળકો શાળાએ જઈ શકતા નથી તેમ જ પશુપાલકો દૂધ તેમજ અન્ય ચીજવસ્તુઓ માટે પણ ગામમાં જવા આવવામાં તકલીફ બહુ પડે છે.
બીજી બાજુ નાના બાળકો હોવાના કારણે ખેડૂતોએ જમીન પણ આંગણવાડી બનાવવા માટે દાનમાં આપેલી છે પરંતુ જ એનો પણ કોઈ પ્રશ્નોનું નિરાકરણ થયું નથી.અહીંના ખેડુતો તેમ જ પશુપાલકો તેમજ ગ્રામજનોની માગણી છે કે બંને બાજુ ના ગામને જોડતા રોડ નો જોબ નંબર સરકાર ફાળવી અને તેની કામગીરી ઝડપથી શરૂ કરે તેવી અમારી માંગણી છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ