કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર લક્ષ્મી અને દુર્ગાનું અપમાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તે ખોટા હિન્દુ છે અને ધર્મની દલાલી કરે છે. મહિલા કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપતી વખતે રાહુલે એમ પણ કહ્યું કે, ભાજપે ક્યારેય મહિલાને વડાપ્રધાન બનાવ્યા નથી.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, આરએસએસ અને ભાજપના લોકો મહિલા શક્તિને દબાવી રહ્યા છે અને કોંગ્રેસની મહિલા પાંખ ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીમાં ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. નોટબંધી અને જીએસટીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે લક્ષ્મી કી શક્તિ અને દુર્ગા કી શક્તિ પર હુમલો કર્યો છે. તે પોતાને હિંદુ પક્ષ કહે છે અને લક્ષ્મીજી અને મા દુર્ગા પર હુમલો કરે છે. આ લોકો ખોટા હિન્દુ છે. આ લોકો હિન્દુ નથી. હિન્દુ ધર્મનો ઉપયોગ કરે છે. રાહુલ અનુસાર, ભાજપ અને આરએસએસના લોકોએ દેશભરમાં ભય ફેલાવ્યો છે, ખેડૂતો ડરી ગયા છે, મહિલાઓ ડરી રહી છે. તેમણે કહ્યું કે આરએસએસ મહિલા શક્તિને દબાવે છે, પરંતુ કોંગ્રેસ સંગઠન મહિલા શક્તિને સમાન મંચ આપે છે.
આ પણ વાંચો – મોંઘવારી Out of Control – ફરીવાર ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.25 તથા કોમર્શિયલમાં રૂ.75 નો તોતીંગ વધારો !
રાહુલ ગાંધીએ કહ્યું કે, જાે છેલ્લા 100-200 વર્ષોમાં કોઈ એક વ્યક્તિએ શ્રેષ્ઠ રીતે હિન્દુત્વને સમજ્યું અને તેનું પાલન કર્યું, તો તે મહાત્મા ગાંધી છે. અમે પણ આ માનીએ છીએ અને આરએસએસ અને ભાજપના લોકો પણ માને છે. મહાત્મા ગાંધીએ અહિંસા શ્રેષ્ઠ રીતે જીવી હતી. હિન્દુ ધર્મનો પાયો અહિંસા છે. આમ છતાં આરએસએસની વિચારધારા દ્વારા મહાત્મા ગાંધીને શા માટે ગોળી મારવામાં આવી? તમારે આ વિશે વિચારવું પડશે.તેમણે કહ્યું કે તે આરએસએસ અને ભાજપની વિચારધારા સાથે ક્યારેય સમાધાન કરી શકે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં આરએસએસ અને ભાજપની સરકાર છે. તેની અને અમારી વિચારધારા અલગ છે. કોંગ્રેસની વિચારધારા ગાંધીની વિચારધારા છે. આપણે ગોડસે અને સાવરકરની વિચારધારા અને આપણી વચ્ચેનો તફાવત સમજવો પડશે. આપણે તેમની સામે પ્રેમથી લડવું પડશે. આપણે નફરતથી નહીં લડી શકીએ. ઉલ્લેખનિય છે કે રાહલુ અવારનવાલ હિન્દુત્વને લઈને ભાજપ પર હુલલો કરતા આવ્યા છે.