ભાજપને હરાવવા જનતાએ રશી શોધી લીધી છે : જયરાજસીંહ પરમાર

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં 8 બેઠક ઉપર ચાલી રહેલ ચુંટણીનો પ્રચારમા દિન-બ-દિન માહોલ ગરમાઈ રહ્યો છે.ત્યારે કોન્ગ્રેસ અને ભાજપ પોત પોતાના ઉમેદવારોને વિજય બનાવવામાં માટે વિવિધ સ્થળોએ બેઠકો યોજી રહ્યા છે તથા સોશીયલ મીડીયામાં પણ કૈમ્પૈન જોરશોરથી કરી રહ્યા છે. ત્યારે આજે કોન્ગ્રેસ પાર્ટીના સૌથી વોકલ પ્રવક્તા જયરાજસીંહ પરમારે ભાજપ ઉપર જોરદાર હુમલો કરતા જણાવ્યુ છે કે કોરોનાની રસી શોધાય ત્યારે શોધાય પંરતુ જનતાએ ભાજપનો રોગ ના થાય એ માટેની રસી શોધી લીધી છે.

ગુજરાત કોન્ગ્રેસના પ્રવક્તા જયરાજસીંહ પરમાર જે ગુજરાતી ન્યુઝ ચેનલમાં કોન્ગ્રેસનો મજબુતીથી પક્ષ રાખતા જોવા મળતા હોય છે. કહેવાય છે કે જયરાજસીંહ પરમાર જ્યારે જ્યારે ટીવી ડીબેટમાં આવે છે ત્યારે ત્યારે ભાજપની બખીયા ઉઘેડી નાખતા હોય છે. ત્યારે આજે તેમને ભાજપ ઉપર હુમલો કરતા જણાવ્યુ હતુ કે ભાજપ ગુજરાતની જનતાને મુર્ખ સમજે છે. 

આ પણ વાંચો – પરેશ ધાનાણીનુ ટ્વીટ વોર, પરંતુ અન્ય કોન્ગ્રેસી દુર કેમ ?

વાત જરા એમ હતી કે બીહાર વિધાનસભા ઈલેક્શનમાં ભાજપે ફ્રી કોરોના વેક્સીનનો વાયદો કર્યો છે. માટે ભાજપની ખુબ કીરકીરી થઈ રહી છે. અને આરોપ લાગી રહ્યા છે કે ભાજપ કોરોના દર્દીઓ સાથે મોતનો સોદો કરી રહી છે. અગાઉની મહામારી જેવી કે શીતળા, પોલીયો, ઓરી, અછબડા કે બી.સી.જી. જેવા રોગોની રસીઓ માટે કોઈ પણ સરકારોએ પૈસા નહોતા વસુલ્યા તો ભાજપ ફ્રી વેક્સીનનો વાયદો કરી સાબીત શુ કરવા માગે છે.

આ અંગે કોન્ગ્રેસ પ્રવક્તા જયરાસસીંહ પરમારે ભાજપ ઉપર જોરદાર હુમલો કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ લોકોને મુર્ખ સમજે છે. અગાઉ અમારી સરકારો વખતે કોઈ પણ મોટા રોગોની રસી માટે પૈસા નહોતા વસુલાયા તો ભાજપ આવુ કેમ કહી રહી છે.શીતળા, ઓરી,અછબડા,પોલીયો,બીસીજી જેવી રસીઓ અમારી સરકારઓએ જનતાને મફતમાં આપી હતી. આવી મહામારી વખતે રસીના પૈસા ના હોય એતો મફત જ આપવી પડે. એટલે કોરોનાની રસી આવે કે ના આવે પરંતુ લોકોએ રસી બનાવી લીધી છે જેમા બીહાર હોય કે, બંગાળ હોય અથવા ગુજરાતની પેટાચુંટણી હોય એમા જનતાને ભાજપનો રોગ ના થાય એ માટે રસી બનાવી લીધી છે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.