ઇન્ડીયન ઓઇલ કંપનીના સિદ્ધપુર ટર્મિનલના અધિકારીઓને એસી ઓફિસમાં જલસા
કરોડો રૂપિયાનો વેપાર કરતી ઇન્ડીયન ઓઇલના અધિકારીઓ ટેન્કર લેવા આવનાર માણસો માટે નથી કરી બેસવાની વ્યવસ્થા કે ના પાણીની વ્યવસ્થા
ટેન્કર લેવા આવનાર પોતાના માણસોની ભીખારીઓ જેવી દુર્દશા જોઇ પેટ્રોલપંપના માલિકોમાં કચવાટ
ગરવી તાકાત, મહેસાણા તા. 01 – ઇન્ડીયન ઓઇલના સિદ્ધપુર ટર્મિનલ પર પેટ્રોલ ડિઝલના ટેન્કર લેવા આવનાર માણસોને ભીખારીઓની જેમ કલાકો સુધી આવી આગ ઓકતી ગરમીમાં ભીખારીઓની જેમ કલાકો સુધી લાઇનોમાં બેસવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. અહીં ટેન્કર લેવા આવનાર માણસોને નથી કોઇ બેસવાની વ્યવસ્થા, નથી કોઇ પાણીની વ્યવસ્થા કે નથી કોઇ છાયડામાં બેસવાની સુવિધા જેને લઇને પેટ્રોલપંપના માલિકો પણ કચવાટની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે કરોડો રૂપિયાનો વેપાર કરતી ઇન્ડીયન ઓઇલ કંપનીના અધિકારીઓ દ્વારા અહીં સિધ્ધપુર ટર્મિનલ પર ટેન્કર લેવા આવતાં માણસો માટે બેસવાની તેમજ પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે.
ઇન્ડીયન પેટ્રોલપંપના ડિલરો પોતાના પેટ્રોલ-ડિઝલની ખરીદી ઇન્ડીયન ઓઇલ પાસેથી કરે છે. ત્યારે પેટ્રોલ-ડિઝલની ખરીદી કરવા માટે પેટ્રોલપંપના માલિકો પેટ્રોલ ડિઝલના ટેન્કર લેવા માટે તેમના મેનેજર અથવા ખાસ માણસોને ટેન્કર લેવા મોકલતાં હોય છે. ઇન્ડીયન ઓઇલના પેટ્રોલપંપ પર પેટ્રોલ ડિઝલ પહોંચાડવાની જવાબદારી ઇન્ડીયન ઓઇલની હોય છે. જે તે પેટ્રોલપંપ પર ટેન્કર આવી જાય છે.
પરંતુ પેટ્રોલના ટેન્કર પેટ્રોલપંપ પર પહોંચે તે અગાઉ ઓટીપીની વ્યવસ્થા હોવા છતાં પેટ્રોલ ડિઝલ ચોરી થવાની શકયતા તેમજ પેટ્રોલ ડિઝલ કાઢી લઇ તેમના અન્ય કેમિકલ મિશ્રણ કેટલાક ટેન્કરના ડ્રાઇવર કે કલીનર ન કરે તે માટે પેટ્રોલપંપના માલિકો સિદ્ધપુર ટર્મિનલ પર પોતાના મેનેજર કે ખાસ માણસોને મોકલી દેતાં હોય છે જે ટેન્કરની સાથે સાથે પેટ્રોલપંપ પર ટેન્કર લઇને આવે છે.
ત્યારે મહત્વની બાબત છે કે કરોડો રૂપિયાનો પેટ્રોલ ડિઝલનો વેપાર કરતી ઇન્ડીયન ઓઇલ કંપનીના આધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા સિદ્ધપુર ટર્મિનલ પર પેટ્રોલ- ડિઝલનું ટેન્કર લેવા આવે તેમના માટે કોઇપણ પ્રકારની વ્યવસ્થા કે સુવિધા કરવામાં આવી નથી. અહીં સિદ્ધપુર ટર્મિનલ પર ટેન્કર લેવા આવનાર માણસો માટે ઇન્ડીયન ઓઇલ કંપની દ્વારા ન તો કોઇ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે કે ના પાણીની કોઇ સુવિધા છે.
સિદ્ધપુર ટર્મિનલ પર પેટ્રોલ ડિઝલના ટેન્કર લેવા આવતાં માણસોને નીચે જમીન પર ઉનાળાની આ કડકડતી 45 ડિગ્રીમાં તડકામાં નીચે ભોય પર બેસીને કલાકો સુધી રાહ જોવી પડે છે. રોજનો કરોડોનો વેપાર કરતી ઇન્ડિયન ઓઇલ કંપનીના કર્મચારીઓ આવી ગરમીમાં એસી ઓફિસમાં બેસી વહીવટ કરે છે પરંતુ તેઓ રોજબરોજ ટેન્કર લેવા આવનાર માણસો માટે કોઇ બેસવાની, છાયડાની કે પાણીની કોઇ પણ પ્રકારની સુવિધા કરવામાં આવી નથી.
ત્યારે મજબૂરીમાં માણસો કલાકો સુધી ભીખારીઓ ભીખ માંગવા આવ્યાં હોય તેમ લાઇનોમાં બેસવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. તો શું ઇન્ડીય ઓઇલના અધિકારીઓની માનવતાની દ્રષ્ટીએ પણ છાયડામાં બેસવાની કે પાણીની વ્યવસ્થા કરવાની ફરજ નથી. શું ટર્મીનલ પર આવતાં પેટ્રોલંપપના મેનેજરો કે માલિકો ટર્મિનલની અંદર પ્રવેશ કરવાની મંજુરી નથી તે એક વ્યવસ્થાના ભાગરૂપે છે. બહારની સાઇડ અથવા ટર્મિનલમાં ટેન્કર આવે ત્યાં સુધી બેસવાની વ્યવસ્થા ના કરી શકે.